ગોધરા,ગોધરાના વેજલપુર રોડ ઉપર આવેલ એ.કે.ટ્રેડર્સમાં વીજ ટ્રાન્સફોર્મર શોર્ટ સર્કિટ થયા બાદ ગોડાઉનના પ્લાસ્ટીક સ્ક્રેપમાંં આગ લાગી હતી. આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આગની ધટનાની ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા કોશીષ શરૂ કરી હતી. આગ વિકરાળ બનતા કાલોલ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું. આગની ધટનાને લઈ ગોધરા પ્રાંત અધિકારી, મામલતદાર, વીજ કંપનીની ટીમ અને પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી.
ગોધરાના વેજલપુર રોડ ઉપર આવેલ એે.કે.ટ્રેડર્સમાં વહેલી સવાર વીજ ટ્રાન્સફોર્મર શોર્ટ સર્કિટ થતાં ગોડાઉનના પ્લાસ્ટીક સ્ક્રેપમાં આગ લાગી હતી. પ્લાસ્ટીક સ્ક્રેપમાં લાગેલ આગને લઈ એ.કે.ટ્રેડર્સના માલિકે પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્લાસ્ટીકના સ્ક્રેપમાંં પાણીનો મારો ચલાવી આગ ઉ5ર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યો હતો. પ્લાસ્ટીકમાંં લાગેલ આગ વધુ વિકરાળ બનતા કાલોલ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. કાલોલ ફાયર ફાયટરો દ્વારા સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પ્લાસ્ટીક સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલ આગની ધટનાને લઈ ગોધરા પ્રાંત અધિકારી, મામલતદાર, મધ્ય ગુજરાત વીજ કંપની ટીમ અને બી ડીવીઝન પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. પ્લાસ્ટીક ગોડાઉનમાં લાગેલ આગ ઉપર કાબુ મેળવવાના ફાયર ફાયટરોના પ્રયાસો વચ્ચે એ.કે. ટ્રેડર્સના માલિક દ્વારા પ્લાસ્ટીક ગોડાઉનમાં આગ પ્રસરે નહિ તે માટે પ્લાસ્ટીક સ્ક્રેપના માલ જેસીબીની મદદથી ટ્રેકટરમાં ભરી અન્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવતા રાહતનો શ્ર્વાસ લીધો હતો. આગની ધટનામાં સદ્દનસીબે કોઇ જાનહાનિ ટળી હતી.