ગોધરા,
ગોધરા વાવડી (બુ)ના સર્વે નં.257 વાળી ખેતીની જમીન આવેલ હોય આરોપીઓએ ભેગા મળી ફરીયાદી પાસેની વેચાણ પેટેના નાણાં લઈ નોટરી બાનાખત કરી આપી જમીનના દસ્તાવેજ કરી આપવા બાબતે આરોપીઓને કહેતા મારી નાખવાની ધમકી આપી તેમજ જમીન પેટે નાણાં લઈ વિશ્ર્વાસધાત છેતરપિંડી કર્યાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.
વિસ્તૃત વિગતો મુજબ ગોધરા વાવડી (બુ) ગામના રે.ખાતા નં.78ના રે.સર્વે નં.257 વાળી ખેતીની જમીન આવેલ હોય આ જમીન વેચાણ માટે આરોપીઓ ઉત્તમસિંહ ભીમસિંહ પરમાર, ઈલાબેન અજીતસિંહ પરમાર, પાયલબેન અજીતસિંહ પરમાર, મિલનબેન અજીતસિંહ, ધનરાજસિંહ અજીતસિંહ પરમાર (તમામ રહે. વાવડી બુર્ઝ) ફરિયાદી જ્યોતિકાબેન દિક્ષિતકુમાર પટેલ પાસેની જમીન વેચાણ પેટેના નાણાં લીધા હતા અને જ્યોતિકાબેનને નોટરી બાનાખત કરી આપ્યા બાદ દસ્તાવેજ કરી આપવામાં આનાકાની કરતાં જ્યોતિકાબેન એ ઉત્તમસિંહ પરમારને દસ્તાવેજ કરી આપવા બાબતે કહેવા જતાં ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી અને જ્યોતિકાબેન પાસેથી જમીન પેટે નાણાં લઈ છેતરપિંડી વિશ્ર્વાસધાત કરતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.