ગોધરા વાવડી બુઝર્ગથી 24 વર્ષીય યુવતિ ધરેથી કોલેજમાં પરીક્ષા આપવા જવા કહી કયાંક ગુમ થતાં ફરિયાદ

ગોધરા,
ગોધરા વાવડી બુઝર્ગ સત્યમ આમ્રકુંજ સોસાયટીમાં રહેતા 24 વર્ષીય યુવતિ પિતાના ધરેથી કોલેજમાં પરીક્ષા આપવા માટે જવાનું કહી નિકળ્યા બાદ કયાંક ગુમ થયાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા વાવડી બુઝર્ગ સત્યમ આમ્રકુંજ સોસાયટીમાં રહેતી પ્રિયંકાબેન ગીરવતસિંહ બારીયા જે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી હોય અને પોતાના પિતાના ધરેથી કોલેજમાં પરીક્ષા આપવા જવાનું કહી નીકળી હતી અને કોલેજમાં પરીક્ષા આપવા નહિ જઈ કે ધરે પરત નહિ આવી કયાંક ગુમ થઈ જતાં ગોધરા એ ડીવીઝને ફરિયાદ નોંધાવા પામી.