કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજુ કરાયેલા વિવિધક્ષેત્રના બજેટના પગલે ગોધરા શહેરના અગ્રણીઓના પોતાના મિશ્ર પ્રતિભાવ

  • કેન્દ્રીય કર્મચારીઓના લાભ અપાયો નથી.
  • બજેટ ચિલાચાલુ છે. અને રોજગારીની તક આપી નથી : કોંગ્રેસ.
  • ભાજપ એ બજેટને આવકાર્યો.
  • મોંધવારીને ધટાડવા કોઈ પ્રયત્નો ન કરાતા મહિલાઓમાં નારાજગી.
  • ખેડુતોને આર્થિક લાભ આપવાની જાહેરાત કરીને લાગણી જીતવાનો પ્રયત્ન.
  • આ વર્ષમાં બજેટની અસર કદાચ લાંબા ગાળામાં જોવા મળશે. : નિષ્ણાંતો.
  • જ્યારે ઉદ્યોગ વર્ગે આ બજેટને મિશ્ર ગણાવ્યું.

ગોધરા,
મહિલા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજુકરવામા આવેલ વિવિધક્ષેત્રના બજેટના પગલે ગોધરા શહેરના અગ્રણીઓ પોતાના મિશ્ર પ્રતિભાવ વ્યકત કર્યા હતા. કેન્દ્રીય કર્મચારીઓના લાભ અપાયો નથી. તો કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બજેટ ચિલાચાલુ છે. અને રોજગારીની તક આપી નથી. જ્યારે ભાજપ એ બજેટને આવકાર્યો હતો. મોંધવારીને ધટાડવા કોઈ પ્રયત્નો ન કરાતા મહિલાઓ નારાજગી અનુભવે છે. તો ખેડુતોને આર્થિક લાભ આપવાની જાહેરાત કરીને લાગણી જીતવાનો પ્રયત્ન કરાયો છે. આ વર્ષમાં બજેટની અસર કદાચ લાંબા ગાળામાં જોવા મળશે. તેમ ટેકસ ક્ધસલટન્ટો માણે છે. જ્યારે ઉદ્યોગ વર્ગે આ બજેટને મિશ્ર ગણાવ્યું છે.

સરકારે રાહત આપવાની જરૂર હતી :- વિનાયક શુકલ, કેન્દ્રીય કર્મચારી.

કેન્દ્ર સરકારનો આ બજેટ કર્મચારીઓ માટે રાહત આપ્યું નથી. જેમ આમ આદમીની માફક કર્મચારીઓને લાભ આપવો જોઈએ. ઈન્કમટેકસમાં કોઈ વધારો કર્યો નથી પણ લાભ અંગે આશા લઈને બેઠો હતો પરંતુ રાહત આપવાની જરૂર હતી. અગાઉ સરકાર સમક્ષ વિવિધ મંડળો દ્વારા માંગણી કરવામાં આવી હતી. પરંતુ આજના બજેટમાં ખાસ કોઈ લાભ જણાતો નથી. આમ, પગારદારોને ડીંગો આપ્યો છે. જોકે એલ.આઈ.સી.માં આઈ.પી.ઓ. લાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ભાજપ સરકારનું બજેટ ચીલાચાલુ છે :- અજીતસિંહ ભટ્ટી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ.

ભાજપ સરકારનું બજેટ ચીલાચાલુ છે. લોકોને તેનાથી અસંતોષ વધ્યો છે. કોરોનાની મહામારીની મુશ્કેલી હોવા છતાં તેના ઉકેલ માટે બેરોજગારીને નાબૂદ કરવા જે યુવા વર્ગને રોજગારલક્ષી તક આપવી જોઈએ. નવા ઉદ્યોગો ઉભા કરવા જોઈએ પરંતુ તે બાબતે દુર્લક્ષ સેવવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત તથા પંચમહાલમાં રેલ્વેના લાભ અંગે ઉદાસીનતા સેવવામાં આવી છે. સિનીયર સીટીઝન, મહિલાઓ બાબતે કોઈ વિશેષ બજેટમાં નથી. ખાસ કરીને હાલમાં ખેડુતના પ્રશ્ર્ન અંગે આંદોલન ચાલી રહ્યા છે. તેવા સમયે સરકારે તેઓની ચિંતા કરીને વિશેષ લાભ આપવો જોઈએ તે નથી.

સૌને ખુશ કરવામાં આવતાં બજેટ આવકાર દાયક છે :- અરવિંદસિંહ પરમાર, ભાજપ અગ્રણી.

ભાજપ સરકારે તમામ વર્ગોની ચિંતા કરીને તેઓને કોઈપણ પ્રકારના વધારાના કર વેરા વધાર્યા સિવાય સંતુલીત બજેટ રજુ કરવામાં આવ્યું છે. અને સૌને ખુશ કરવામાં આવતાં બજેટ આવકાર દાયક છે. ૭૫ વર્ષ ઉપરના લોકોને આઈ.આર.એફ. માંથી મુકિત આપી છે. સોના-ચાંદીની ડયુટી ધટાડી છે. ખેડુતો માટે પણ કેટલીક જાહેરાતો લાભદાયી કરવામાં આવી છે. ખેડુતોના પાક માટે એમ.એસ.પી.માંથી દોઢ ગણી કિંમત આપવામાં આવશે. અને મકાન ઉપર ૧.૫૦ લાખ રૂપીયાની લોન વ્યાજ મુકત રહેશે. ખેડુત માટે અનેક જાહેરાતોના પગલે કોંગ્રેસની અફવાઓ અને ચાલી રહેલા આંદોલન ની ભાજપે હવા કાઢી નાખી છે.

મોંધવારી ધટાડવા કોઈ પગલાં લેવાયા નથી :- નિશાબેન ગજ્જર, ગૃહિણી.

મહિલા વર્ગ માટે કોઈ રાહત‚પમાં સમાચાર જણાતા નથી. કુદકે ને ભુસકે તમામ ક્ષેત્રે મોંધવારી વધી રહી છે. ઘરના બજેટને અસર કરતી મોંધવારી ધટાડવા માટેના કોઈ પગલાં ભરવાની જાહેરાત કરાઈ નથી. ખાસ કરીને ઘરેલું ગેસ બોટલના ભાવ ધટવાની જગ્યાએ વધી રહ્યા છે. અભ્યાસ કરતી છોકરીઓ માટે શૈક્ષણિક લોનમાં છુટ આપવી જોઈએ. એટલું જ નહીં સમાજમાં સ્ત્રીઓને પગભર કરવા સ્વનિર્ભર‚પ આર્થિક સહાય અપાતી નથી. પ્રધાનમંત્રી સ્વરોજગાર એટલે કે સખી મંડળોને અપાતી માંડ ૧૦ હજારની લોન આજન સમયમાં નહીંવત છે. આ મહિલાઓને પગભર કરવા માટે બજેટમાં વધારો કરવો જોઈતો હતો. તે નહીંં કરાતા ગૃહણિઓ માટે નિરાશાજનક છે.

બજેટની અસર કદાચ લાંબા ગાળામાં જોવા મળશે. :- રાકેશ રાવલાણી, સી.એ.

કેન્દ્ર સરકારે આ વખતે બેલેન્સ બજેટ આપવામાં આવ્યું છે. કરદાતા માટે કોઈ પણ કર આપવામાં આવી નથી. સાથે સાથે કોઈ નવો કર પણ લાદવામાં આવ્યો નથી. હેલ્થ સેન્ટર સેકટર ડીઝલ પેમેન્ટ, ટેકસ ડીસ્પુટ તથા કોરોનાની મહામારીના કારણે અસર પામેલા સેકટરસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વિત્તમંત્રી દ્વારા આપવામાં આવેલ આ વર્ષમાં બજેટની અસર કદાચ લાંબા ગાળામાં જોવા મળશે.

ખેડુતો માટે આશાનું કિરણ લાવી છે :- અજયસિંહ સોલંકી, ખેડુત અગ્રણી.

આમ, લોકોની માફક ખેડુતો પણ બજેટની કાગના ડોળે રાહ જોઈ રહ્યા હતા. આ બજેટમાં ખેડુતો માટે આશાનું કિરણ લાવી છે. એપીએમસીના એગ્રી ઈન્ફા ફંડ બનાવવાની જાહેરાત કરવામાં આવતા તેનો સીધો લાભ ખેડુતોને મળનાર છે. ૧ હજાર નવી ઈ-મંડીઓ ખોલવામાં આવનાર છે. ખેડુતોને કરજ માટે ૧૬.૫ લાખ કરોડ રૂપીયા થી વધુની ચુકવણી કરાશે. ઘાણ ખેડુતોને ૧.૭ કરોડ ‚પીયાથી વધુ ચુકવણી કરાશે. ખેડુતોને પાક માટે એમ.એસ.પી. થી દોઢ ગણી કિંમત અપાશે. ખેડુતોને મહત્વ લાભ મળશે. આમ જોતાં ખેડુતો બજેટને આવકારે છે.

નાના ઉદ્યોગકારોની તકલીફ અંગે મેગાફંડ અંગે દ્વિધા :- ભાવેન્દ્ર તનેજા, પ્રમુખ, ગોધરા જી.આઈ.ડી.સી.

ઉદ્યોગકારો માટે બજેટ મિશ્ર છે. નવો સ્ટાટપ કરનાર યુવા ઉદ્યોગકારોને ટેકા‚પ એક વર્ષની સબસીડી વધારીને તક આપી છે. તે એક ટેકા‚પ છે. સાત નવા ટેકસટાઈલ્સ પાર્ક અતિઆધુનિક બનાવવાથી વૈશ્ર્વિક સ્તરે લાભ મળશે. નાના ઉદ્યોગકારોને એમ.એસ.એન.આઈ.ની વ્યાખ્યામાં બદલાવ કરવામાં આપવામાં આવી છે. નાના ઉદ્યોગકારોની તકલીફ અંગે મેગાફંડ આયોજન કર્યું છે. પરંતુ કઈ રીતે થશે ? કેટલું થશે ? કોણ વાપરી શકશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેની દ્વિધા છે. ખાસ કરીને લોકડાઉન વખતે કર્મચારીઓના પગાર તથા લોન ચુકવી છે. તેની કોઈ રાહત આપી નથી. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ ઉપર સેશ નાખવામાં આવતા ટ્રાન્સપોટેશનમાં ખર્ચો વધીને આમ જનતાને માર પડનાર છે.