ગોધરા વાલ્મિકીવાસ વિસ્તારમાં વીજ પોલ જંકશન બોકસ આગ લાગતા અફરાતફરી મચી

ગોધરા શહેરના વાલ્મિકી વાસ વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક વીજ પોલમાં આવેલ જંક્શન બોક્સમાં આકસ્મિક રીતે આગ ભભૂકી ઉઠતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

જેથી આજુબાજુના સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ વધુ ન પ્રસરે તે માટે ખૠટઈક ના નાયબ કાર્યપાલક ઇજનેરને જાણ કરી હતી. આથી કચેરીનાં નાયબ કાર્યપાલક ઈજનેર એ તાત્કાલિક ધોરણે વાલ્મિકી વાસનો વીજ પુરવઠો બંધ કરી અને પોતાની એમજીવીસીએલ ટીમને ઘટના સ્થળે મોકલી આપી હતી. જેના કારણે આજુબાજુના સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આજરોજ ગોધરા શહેરના વાલ્મિકી વાસ વિસ્તારમાં આવેલ એક વીજ પોલના જંકશન બોક્સમાં આકસ્મિક રીતે આગ ભભૂકી હતી. જેના કારણે જંકશન બોક્સ માંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા.આથી આજુબાજુના સ્થાનિક લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી અને તાત્કાલિક એમજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને જાણ કરી હતી અને નાયબ કાર્યપાલક ઈજનેર આર.વી. પટેલે તાબડતોડ પોતાની એમજીવીસીએલ ટીમને ઘટના સ્થળ ઉપર મોકલી આપી અને જંકશન બોક્સમાં લાગેલી આગને કાબૂમાં લઈને જંકશન બોક્સ બદલવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.