ગોધરા, ગોધરા શહેરના વ્હોરવાડ વિસ્તારમાં આવેલી હુસૈની મસ્જીદની આસપાસ મચ્છરો તેમજ જીવજંતુઓના ઉપદ્રવને ડામવા અને યોગ્ય સાફ સફાઈ કરાવવા અંગે ગોધરા નગર પાલિકા પ્રમુખ ને સ્થાનિક વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી.
ગોધરા શહેર નગર પાલિકાના પ્રમુખને ગોધરા શહેરના વ્હોરવાડ વિસ્તારના સ્થાનિક વકીલ હસનૈન જે.પ્રેસવાલા એ રજૂઆત કરતા જણાવ્યં છે કે, શહેરના વ્હોરવાડ વિસ્તારમાં આવેલી હુસેની મસ્જિદ કે જે નદી કિનારે આવેલી છે. નદીમાં અસહ્ય ગંદકી અને સાફ સફાઈના અભાવે તેમજ કચરાનો ઢગલો મસ્જિદના પાછળના ભાગે હોવાથી માંખી, મચ્છર તેમજ અન્ય જીવ જંતુઓનો ઉપદ્રવ ખાસ્સો વધી ગયો છે. ત્યારે હાલ પવિત્ર રમજાન માસ ચાલુ હોય અત્રેની હુસેની મસ્જિદમાં સમાજના બિરાદરો નમાજ પઢવા તેમજ રાત્રીના સમયે રોઝા પૂર્ણ થાય ત્યારે રોઝા રાખનારાઓ માટે જમણવાર પણ રાખવામાં આવતા હોય છે. ત્યારે આવા સમયે માંખી મચ્છરજન્ય જીવજંતુઓ ભારે પરેશાન કરતા હોય છે. માટે હુસેની મસ્જિદના પાછળના ભાગે કચરાના ઢગલાંનો યોગ્ય નિકાલ કરવામાં આવે, અસરકારક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.