ગોધરા, ગોધરાના વ્હોરાવાડ ખાતે દાઊદી વ્હોરા સમાજના અગ્રણીઓએ તમામ મુસ્લિમોની ઈફતાર પાર્ટી રાખી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રમઝાન માસનો રોઝો છોડીને સમૂહ ભોજન કર્યું હતું. પવિત્ર રમઝાન માસને લઈ દાઊદી વ્હોરા સમાજના જનાબ મહેલમભાઈ બુરહાની ગોધરા મુકામે ઈબાદત વાસ્તે આવ્યા હતા. જેમના માર્ગદર્શનથી ગોધરામાં કોમી એકતા અને શાંતિમય કોમી સુહાસનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી સમગ્ર મુસ્લિમ બિરાદરો માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જનાબ મહેલમભાઈએ દેશમાં અમન, શાંતિ, ભાઈચારો ફેલાઈ રહે તેવી દુઆ કરી હતી.
મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તથા વ્હોરા સમાજના અગ્રણીઓ ભેગા મળી ઈફ્તાર પાર્ટીનો આનંદ માન્યો હતો અને અંતે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ દેશમાં ભાઈચારો હંમેશા ફેલાઈ રહે સૌ એકબીજાને હાલોલ-સાવલી રોડ ઉપર બાઇક કાર સામે ભટકાતા કાલોલ તાલુકાના બાકરોલના નવી વસાહતનો શ્રમજીવી ઘવાયો