ગોધરા વડોદરાના માર્ગ પર પર દોડતી બસના સંચાલકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા

ગોધરા,
કોરોના કહેર વચ્ચે પંચમહાલ જીલ્લામાં ખાનગી બસ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરીને જોખમી મુસાફરી કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.

ગોધરા થી વડોદરા જવાના માર્ગ પરથી રાત-દિવસ દોડતી લકઝરી બસમાં આવતા જતા મુસાફરોને ગીચોગીચ ભરીને મુસાફરી કરાવતા કોરોના નિયમોના સંચાલકો દ્વારા ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળે છે. કોરોના કાળમાં હાલ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનો સરકારે નિયમ બનાવીને ચુસ્તપણે પાલન કરવા ખાનગી વાહન સંચાલકોને પણ જણાવવામાં આવ્યંું છે. પરંતુ નિયમને ધોળીને પી જતાં સંચાલકો નિયમોનો ભંગ કરી રહ્યા છે. તેમાંય ખાસ કરીને ગોધરા – વડોદરા માર્ગ પર દોડતી ખાનગી લકઝરી બસોમાં અગાઉની જેમ આવક રળવા માટે ઘેટા-બકરાંની માફક ગીચોગીચ મુસાફરોને ભરીને લઈ જવાતાં સોશ્યલ ડિસ્ટનશનો નિયમનું પાલન નહિ કરાઈને કોરાનાનું સંક્રમણ ફેલાય તેમ જાનનું જોખમ વધે તે રીતે મુસાફરોની બેઠક વચ્ચે અંતર રાખવામાં આવે તે જ‚રી છે. પરંતુ બે રોકટોક પણે ગીચોગીચ મુસાફરોને બેસાડીને નિયમોનું ભંગ કરાઈ રહ્યો છે. ત્યારે પંચમહાલ ટ્રાફિક પોલીસ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતી બસોને રોકીને યોગ્ય પગલા ભરવામાં આવે તે જરૂરી છે. ત્યારે આવા બસ સંચાલકો સામે લાલ આંખ કરવામાં આવશે કે આંખ આડા કાન કરાશે. તેવી લોકોમાં ચર્ચાઓએ જોર પકડયું છે.