ગોધરા-વડોદરા હાઈવે વેજલપુર પાસે વડાપ્રધાન ચુંટણી સભાને લઈ વડોદરા થી આવતાં અને વડોદરા તરફ જતા વાહનો માટે ડાયવર્ઝન અંગેનું જાહેરનામું

ગોધરા,

પંચમહાલ જિલ્લામાં ગોધરા-વડોદરા હાઇવે રોડ પર આવેલા વેજલપુર પાસેનાં માઇકો સિડ્સ કંપનીની સામેનાં મેદાનમાં આજ રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જંગી જાહેર સભા યોજવામાં આવશે. ત્યારે સભાને ધ્યાનમાં રાખી વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ તેમજ પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે વડોદરા થી ગોધરા અને ગોધરા થી વડોદરા તરફ જતા ભારે વાહનો માટેનાં વૈકલ્પિક રસ્તાઓનું ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું.

પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને તેમજ પક્ષને મતદારો જંગી મતદાન કરે તે માટે પંચમહાલ જિલ્લામાં તા.1.12.2022 નાં રોજ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં વેજલપુર,કાલોલ રોડ પર આવેલી માઈકો સીડ્સની કંપનીની સામે આવેલા ખુલ્લા મેદાનમાં યોજવામાં આવશે. ત્યારે વડાપ્રધાનની જાહેર સભાઓને લઈ ભાજપ પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહનાં સંચાર સાથે ઉમંગ જણાઈ રહ્યો છે. સભાઓને અનુલક્ષી તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે.

ત્યારે સભાને ધ્યાનમાં રાખી વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે વડોદરા થી ગોધરા તરફનાં વૈકલ્પિક રસ્તાઓનું ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. જેમાં જાહેરનામા અનુસાર વડોદરા થી ગોધરા તરફ જતા ભારે વાહનોને જરોદ ગામથી સાવલી, ઉદલપુર, પંડ્યાપુરા ફાટક, એક્સઠ પાટિયા અમદાવાદ-ઇન્દોર હાઇવે થઈ વાવડી ટોલ નાકા થઈ ગોધરા આવે તે મુજબ તા.1.12.2022 નાં રોજ સવારે થી બપોરે 2-00 કલાક ભારે વાહનોની અવર જવરનાં ચાર કલાક માટે ડાયવર્ઝન નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. જ્યારે ગોધરા થી વડોદરા તરફ જતા ભારે વાહનો માટે ગોધરા શહેરના ચર્ચ, બી.વી.ગાંધી પેટ્રોલ પંપ થઈ બામરોલી રોડ થઈ બાયપાસ ક્રોસ કરી દામાવાવ, રાજગઢ, વડાતળાવ, જેપુરા, હાલોલ બાયપાસ, જ્યોતિ સર્કલ થઈ વડોદરા જઈ શકાશે.