ગોધરા વડોદરા હાઈવે ઉપર આવેલ વેજલપુર નજીક નૂર કાંટાની સામે ટ્રેક્ટર અને પિકપ વચ્ચે ભયંકર અકસ્માત

ગોધરા, ગોધરા-વડોદરા હાઈવે ઉપર આવેલ વેજલપુર નજીક નૂર કાંટાની સામે વહેલી સવારે ટ્રેક્ટર અને પિકપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ગોધરા તરફથી વેજલપુર તરફ જતી પિકપ GJ-27-TT-8693 ના ચાલક એ ટ્રેક્ટરની ઓવરટ્રેક કરતા ટ્રેકટરના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રેકટરના ચાલકે ડ્રાયવર સાઈડ ટ્રેક્ટર દબાવતા પિકપના ખાલી સાઈડના આગળના ભાગે ટક્કર વાગતા પિકપના ચાલકે રોડના વચ્ચે આવેલ ડિવાયડર ઉપર પિકપ ચડાવી દીધી ત્યારે વગર નંબર પ્લેટના ટ્રેક્ટરને ટક્કર વાગતા ટ્રેક્ટર ટોલી પલટી મારી હતી. ત્યારે ટ્રેકટર ડ્રાયવર અને ટોલીમાં બેઠેલા માણસોને ઈજાઓ થઈ હતી. જેથી મોટી જાનહાનિ ટળી હતી.

પંચમહાલ જીલ્લામાં વગર નંબરે ચાલતા વાહનો સામે તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. કારણ કે, વગર નંબરે ચાલતા વાહનો કોઈ અકસ્માત સર્જી ફરાર થાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ લોકોમાં સેવાઈ રહયા છે.