ગોધરા, ગોધરા-વડોદરા હાઈવે રોડ ઉપર આવેલ ઈન્ડીયન પેટ્રોલ પંપ ઉપર બાઈક ચાલક પુરાવી ગોધરા તરફ આવતા હતા. દરમિયાન ટ્રક ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડમાં હંકારી લાવી બાઈકને ટકકર મારી બાઈક સવાર બન્ને ઈસમોને ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ નોધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-વડોદરા હાઈવે રોડ ઉપર આવેલ ઈન્ડીયન પેટ્રોલ પંપ ઉપર બાઈક નં.જીજે.35.કે.3671ના ચાલક ઈમરાન મુનાવર પઠાણ અને મોસીન રસીદ શેખ પંપ ઉપર પેટ્રોલ ભરાવીને ગોધરા આવી રહ્યા હતા. ત્યારે ટ્રક નં.જીજે.09.ઝેડ.1378ના ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડ હંકારી લાવી બાઈકને અડફેટમાં લેતા ઈમરાન પઠાણને માથાના ભાગે છાતીમાં તેમજ પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ મોસીન શેખને નાની મોટી ઈજાઓ પહોંચાડી ટ્રક ચાલક વાહન સ્થળ ઉપર મુકી નાશી જઈ ગુનો કરતા આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.