ગોધરા થી વડોદરા તરફ જતી એમ્બ્યુલન્સ ના ડ્રાયવર એ નાદરખા ગામ પાસે પેસેન્જર રેકડાને ટક્કર મારતા એકસિડન્ટ સર્જાયો હતો એમ્બ્યુલન્સ દ્વારા આગળ ચાલતા છકડા ને પાછળ ના ભાગે ભયંકર ટક્કર મારતા બે પેસેન્જર અને ડ્રાયવર ઇજાગ્રસ્ત થયા હતા જેમા પેસેન્જર રેકડા ડ્રાયવર ને ગંભીર ઈજાઓ પોહચી હતી.
તેને લઇ તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર ચાલુ કરી હતી ત્યારે ટૂંકી સારવાર દરમિયાન પેસેન્જર રેકડાના ડ્રાયવરનુ મૃત્યુ થયુ હતુ. અને અન્યની હાલ સારવાર ચાલી રહી છે. હાલ એમ્બ્યુલન્સને ચેક કરવામાં આવતા તેના આગળના ભાગે બિયર ની ખાલી બોટલ જોવા મળી હતી જેથી સ્પષ્ટ સાબિત થાય છે કે ગાંધી ના ગુજરાત મા લોકો નશો કરી ગાડી ચલાવતા હોય છે અને નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે.
રિપોર્ટર : નૂર બાલા