ગોધરા ઉત્તમનગરમાં રહેતા જીવીત મહિલાનું નગર પાલિકા માંથી મરણનો દાખલો મેળવી સેવાલીયા તાલુકામાં આપેલ જમીન માંથી નામ કમી કરાવી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવી

ગોધરા,
ગોધરા ઉત્તમનગર સોસાયટીમાં રહેતી મહિલાની સેવાલીયા મુકામે આવેલ સંયુકત માલિકીની જમીન માંથી નામ કમી કરાવવા માટે આરોપીઓએ ગોધરા નગર પાલિકા માંથી મરણનો દાખલો મેળવી તેમજ બિનફરજંદ મરણ ગયેલ હોવાનું સોગંદનામું તથા પેઢીનામું કરી વિશ્ર્વાસધાત છેતરપિંડી કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેરના ઉત્તમનગર સોસાયટીમાં રહેતા હિરાબેન તે બાબરભાઈ અંદરભાઈ બારીયાના દિકરી અને ભુરાભાઈ શનાભાઈ બારીયાની વિધવા હોય હાલ જીવીત છે. તેમ છતાં હિરાબેનની સેવાલીયા ગામે આવેલ સંયુકત માલિકીની જમીનમાં આરોપીઓ શંકરભાઈ રામાભાઈ બારીયા, અશોકભાઈ મંગળભાઈ, અર્જુનભાઈ શનાભાઈ, મહેશભાઈ ચંદુભાઈ પરમાર (રહે. પાલી, તા. ગળતેશ્ર્વર, ખેડા)એ નામ કમી કરાવવા માટે આરોપી શંકરભાઈ બારીયાએ ગોધરા નગર પાલિકામાં આધારકાર્ડ, ફોટો તથા મોબાઈલ ફોન નંબર તથા લાકડાની પહોંચ રજુ કરતાં ગોધરા નગર પાલિકા માંથી હિરાબેન બારીયા જીવીત હોવા છતાં મરણનો દાખલો મેળવ્યો હતો અને હિરાબેનના મરણના દાખલાના આધારે હિરાબેન બિનફરજંદ મરણ ગયેલ હોવાનું પેઢીનામું અને સોગંદનામું બનાવી ખોટા દસ્તાવેજો હોવા છતાં સેવાલીયા મામલતદાર કચેરી, સેવાલીયા ખાતે પાલી ગામ ગળતેશ્ર્વર તાલુકાના સર્વે નં.736 હેકટર આરે 1.55-80 ચો.મીટરવાળી જમીન માંથી નામ કમી કરાવી એકબીજાને આરોપીએ મદદ કરી ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.