ગોધરા અર્બન કો.ઓપ.બેંક લી. ડિજિટલ સર્વિસમાં મોખરે

ગોધરા, ધી ગોધરા અર્બન કો.ઓ.બેંક લી ગોધરા, પંચમહાલ જીલ્લા,મહીસાગર તથા દાહોદ જીલ્લાની તમામ કો.ઓપ.બેંકમાં ડીઝીટલ સેવાઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. BANCO તરફથી સંસ્થાને 100 થી 125 કરોડ રૂપિયાની થાપણો ધરાવતી ભારતની તમામ કો.ઓપ. સંસ્થાઓમાં 2019-20, 2020-21, 2021-22, અને 2022-23 નો ટોપ મેનેજમેન્ટ સંદર્ભે અનુક્રમે મયસુર, લોનાવાલા, માથેરન અને દમણ ખાતે યોજાયેલ ઇઅગઈઘ ઇકઞઊ છઇઇઈંઘગ ટોપ મેનેજમેન્ટ સંદર્ભે ગોધરાની બેંકે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

ગ્રાહકોની ડિજિટલ સેવાઓને ઘ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરેલી તમામ ગાઇડ લાઇનનું પાલન કરતી ધી ગોધરા અર્બન કો.ઓપ.બેંકને FSWM (Financial Sound And Well Management) નું પ્રમાણ પત્ર મળેલ છે. જે સંસ્થા સાથે જોડાયેલ તમામ ખાતેદારો, સભાસદો માટે ગૌરવ સમાન બાબત ગણાય છે.

તા.30.10.2023 નાં રોજ અમદાવાદ ખાતે NPCI ઘ્વારા યોજાયેલ NPCI PRODUCT સંદર્ભે થયેલ Quiz Competition તેમા ગુજરાતની વિવિધ કો.ઓ.બેંક તથા આર.આર.બી બેંક ના કુલ 376 પદાધિકારીઓએ ભાગ લીધો હતો. તેમાં IMPSની Quiz Competition માં બેંકના મેનેજર ફીદાઅલી.એમ.અંતેલાવાલા તથા ઓફીસર હીમાની.જે. જોષી દ્વીતીય તથા તૃતીય ક્રમે રહયા હતા. તેમ NFS ની Quiz Competition માં બેંકના ઓફીસર સૈફી.એચ ખોખાવાલા તથા ઓફીસર હીમાની જે જોષી પાંચમા તથા છઠ્ઠા ક્રમે રહેલ હતા. સંસ્થાનાં બોર્ડ ઓફ ડીરેકટર્સ તમામને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ ગ્રાહકોને ડીજીટલ સર્વિસના માધ્યમથી સુરક્ષીત તથા નવી ટેકનોલોજી યુકત તમામ સેવાઓ મળી રહે તેવી કટીબધ્ધતાં દર્શાવી હતી.

ચેરમેન પુનાવાલા અને વા.ચેરમેન સાહેરવાલાએ સંસ્થાને સેવા સંદર્ભે અને નફા સંદર્ભે દિન-પ્રતિદિન પ્રગતીના પંથ પર લઇ જવાની વાત કરી હતી. તેમ ગોધરા અર્બન કો.ઓ.બેંકના એમ.ડી.એ એક યાદીમાં જણાવ્યું છે.