ગોધરા,ગોધરાના ટીંબા રોડ ગામે એક મહિલાને અન્ય મહિલાના ધરના દરવાજાના કાચ તોડી ધરમાં રહેલા કપડા અને સામાન સળગાવી દીધો હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે.
ટીંબા રોડના લલિતાબેન પરમારના પાડોશી હેમલતાબેન પરમારે લલિતાબેનના ધરનો દરવાજો અને દરવાજાની બાજુમાં આવેલ બારીના કાચ, ઉપરના માળે આવેલ મુખ્ય દરવાજો, તેમજ અન્ય બારીઓના કાચ લાકડાના પાયા વડે તોડી નાંખ્યા હતા. તેમજ લલિતાબેનના ધરના ત્રીજા માળે આવેલ રૂમમાં મુકી રાખેલા કપડા, ચાદર તથા અન્ય સામાન સળગાવી દીધો હતો. જે બાદ હેમલતાબેને લલિતાબેનને અપશબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.