દાહોદ, રતલામ રેલ્વે મંડળમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેકટનુ અપડેટ લેવા માટે 27 ફેબ્રુ.એ 5 રેલ્વેના જીએમ અશોકકુમાર મિશ્રા આવશે. બુધવારે પ્રોગ્રામ ફાઈનલ થયા બાદ મંડળના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિવિધ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. જીએમ બે દિવસ રોકાણ કરશે. ખાસ કરીને મિશન રફતાર અને રતલામ-નિમચની ડબલ લાઈન પ્રોજેકટ પર ખાસ ફોકસ છે. મિશન રફતારમાં દિલ્હી-મુંબઈ રૂટની સ્પીડ 160 કિ.મી.ની કરાનાર છે. આ રૂટ મંડળના ગોધરાથી નાગડા સુધી છે. બીજી તરફ રતલામ-નિમચની ડબલ લાઈનમાં 14 કિ.મી.ટ્રેક પાથરી દેવાયો છે. સ્ટેશનો અને પ્લેટફોર્મનુ કામ અંતિમ ચરણોમાં છે. જીએમ રતલામ-ફતેહાબાદ-ઈન્દોૈર ડબલિંગ પ્રોજેકટનો રિપોર્ટ પણ જોશે.