અયોધ્યા જતી આસ્થાટ્રેનના પગલે નિર્ણય
ગોધરા રેલવે સ્ટેશન ખાતે હાલઆયોધ્યા ખાતે જવા માટે આસ્થાએક્સપ્રેસ પસાર થતી હોવાથીસ્ટેશન ખાતે કોઈ અનિચ્છિયબનાવ ના બને તે માટે રીક્ષાચાલકો સહીત દરેક વાહનોને અંદરસુધી પ્રવેશ બંધ કરવામાં આવ્યોછે. વિકલાંગો કે વૃદ્ધ લોકો માટેઅલગ વ્યવસ્થા કરવામાં આવશે.હાલ આ જ સ્થતિ રહેશે. કોઈ પણવાહન અંદર આવી નહિ શકે.
બેરીકેટ મુકી દેવાતાં મુસાફરોને સ્ટેશન સુધી સામાન ઉંચકીને જવાનો વારો આવતા મુશ્કેલી વધી
ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે રીક્ષા તથા વાહનોનેએકાએક હટાવી દેતા રીક્ષા ચાલકોએ હોબાળોમચાવ્યો હતો. રીક્ષા તથા વાહનોને બેરીકેટની બહારઉભી રાખવાની નોબત આવતા રેલ્વે સ્ટેશન ખાતેનામુસાફરો સામાન ઉચકીને રીક્ષા સુધી જવામાંમુશ્કેલીઓ પડી રહી છે. કલેકટરને બનાવની જાણથતા સીટી મામલતદારને ઘટના વિશે તપાસ કરવામોકલતા સાચું કારણ બહાર આવ્યું હતું. જેમાંરામભક્તોને લઇને અયોધ્યા જતી આસ્થા ટ્રેનનોપ્રારંભ થતો હોવાથી સુરક્ષા અને કોઇ અનિચ્છનીયઘટના ન બને તે માટે રીક્ષા સહીત અન્ય વાહનોનુપાર્કિગ દૂર કરવું પડશે.ગોધરા રેલ્વે સ્ટેશન સંવેદનશીલ હોવાથી અને2002 માં ટ્રેન હત્યાકાંડ બાદ રેલ્વે તંત્ર દ્વારા સઘનસુરક્ષા ઉભી કરાઇ હતી. ગોધરા રેલ્વે સ્ટેશન પાસેટ્રેનમાં રામ સેવકોને સળગાવી દેવાની ઘટના બાદ2024 માં અયોધ્યા ખાતે શ્રી રામની મુર્તીની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી. ત્યારે સરકાર દ્વારા અયોધ્યાદર્શન કરવા રામભક્તોને લઇને જતી આસ્થા ટ્રેનશરૂ કરવાના છે. આસ્થા ટ્રેન ગોધરા ખાતેથી પસારથવાની હોવાથી 2002નું પુનરાવર્તન ન થાય તેમજકોઇ અનીચ્છનિય બનાવ ન બને જેથી રેલવે તંત્રદ્વારા રેલ્વે સ્ટેશન બહાર જ ઉભી રહેતી રીક્ષા અનેઅન્ય વાહનોને હટાવી દેવાયા છે. તેમજ બેરીકેટકરીને બંધ કરી દેવામાં આવ્યા છે. રીક્ષા સહીત અન્યવાહનને બેરીકેટની બહાર ઉભા રાખે છે. જેથી રેલ્વેસ્ટેશન પરથી આવતા જતા મુસાફરોને સામાન સાથેપ્લેટફોર્મ સુધી ચાલીને જવાની નોબત આવી છે.
ગોધરા રેલવે સ્ટેશને રિક્ષા સહિત વાહોનોને પ્રવેશ બંધ કરાતા મામલતદારે મુલાકાત લીધી હતી.
રેલ્વે તંત્ર દ્વારા કાયદા અને સુરક્ષાને લઇનેનિર્ણય લેવામાં આવ્યો છેહાલ પાર્કિંગના વિવાદને લઈને જિલ્લા કલેક્ટરની સૂચનાથી અમોએ રેલવે સ્ટેશનનાજવાબદાર અધિકારીઓ તથા પોલીસ પ્રસાશન અને રીક્ષા ચાલકો સાથે મહત્વનીચર્ચાઓ કરી હતી. અને રેલ્વે તંત્ર દ્વારા કાયદા અને સુરક્ષાને લઇને નિર્ણય લીધો છે.રીક્ષા ચાલકોને પાર્કિંગ મુદ્દે નિયમો મુજબ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.