ગોધરા,ગોધરા ઢેસલી ફળિયા રોયલ એપાર્ટમેન્ટની બાજુની ગલીમાં ખુલ્લા ફરક આંકનો વરલ મટકાનો જુગાર રમાડતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી બે ઈસમોની 650/-રૂ.ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા ઢેસલી ફળિયા રોયલ એપાર્ટમેન્ટની બાજુમાં ગલીમાં ખુલ્લામાં આરોપી ઈસમો ફરક આંક વરલી મટકાનો જુગાર રમાડતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન સરફરાજ ઉર્ફે મોહસીન ઐયુબ પઠાણ, ફિરદોસ શોકત દાવને ઝડપી પાડી રોકડા રૂ.650/-જપ્ત કરવામાં આવ્યા હતા. આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવવા પામી છે.