ગોધરાની ધી ઇકબાલ પ્રાથમિક શાળામાં બાળસંસદ ચૂંટણી યોજાઈ

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખ્યાતનામ શાળા એવી ધી ઇકબાલ પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી ઇદ્રીસ બડંગાના માર્ગદર્શન તથા શૌકત હયાત, બાપુ અબરાર, હસન હાથીભાઈ તથા શિક્ષકગણના સહ્યારા પ્રયાસથી અને બાળકોના અનેરા ઉત્સાહ સાથે ધોરણ 06 થી 08 માં બાળસંસદની ચૂંટણી યોજાઈ હતી.

બાળકોમાં નેતૃત્વની ભાવના જન્મે તથા બાળકો લોભ લાલચ કે ડર વિના પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરે વગેરે જેવી બાબતોથી અવગત થાય અને પોતાના શાળાકીય સમયગાળા દરમિયાન શાળામાં શિસ્ત, સલામતી અને સુવિધાઓનું સુચારૂ સંચાલન થાય તે હેતુથી બાળસંસદની બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજી તમામ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી બાળકોએ શાંત વાતાવરણમાં પોતાના મતનો ઉપયોગ કરી ખુશી અનુભવી હતી.

જેમાં ભાગલીયા નેહાલ, ધંત્યા તુબા, દુરવેશ અશફાક, હાજી આસિયાએ જીત મેળવી અવિસ્મરણીય ખુશી મેળવી હતી.

આ ચારેય ઉમેદવારોએ આખી ચૂંટણી પ્રક્રિયામાં સૌનો સાથ સહકાર મળવા બદલ સૌનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે આચાર્ય ઇદ્રીસ બડંગા તથા શાળા પરિવાર વતી સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.