ગોધરા તાલુકાના વિંઝોલ ગામની 28 વર્ષિય મહિલાએ ફોટેટ દવા પી જતાં સારવાર દરમિયાન મોત

ગોધરા, ગોધરા તાલુકા વિંઝોલ આથમણા ફળિયામાં રહેતી 28 વર્ષિૈય મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના વિંઝોલ ગામે આથમણા ફળિયામાં રહેતી તારાબેન મહેશભાઈ ચોૈહાણ(ઉ.વ.28)એ તા.18 ફેબ્રુઆરીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં આવેલ ધર મકાઈમાં છાંટવાની ઝેરી દવા પડી હતી તે પી ગયા હતા. દવા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા મોત નીપજવા પામ્યુ હતુ. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.