- વર્ષ ૨૦૧૯-૨૦માં રસ્તા, ચેક વોલ, પેવર બ્લોક, માટી-મેટલ, નાળાના કામોના જાણ બહાર ઠરાવ.
- સભ્યો કે ગ્રામજનોની જાણ બહાર વહીવટી મંજૂરી મેળવી.
- સરપંચ, તલાટી અને જીઆરએસ એ નિતિ નિયમો બાજૂ મૂકીને મીલીભગતથી ભૂતિયા જોબકાર્ડ બનાવાયા.
- તાલુકા પંચાયતમાંથી મસ્ટર મેળવી બોગસ સહીઓ દ્વારા નાણા બારોબાર ઉપાડી લેવાયા.
- જે નામે મસ્ટશ ઈશ્યુ થયા તેવા માણસો આવા કામોથી અજાણ અને બિન અનુભવી.
- પૈસાદાર અને અન્ય ગામે રોજગાર અર્થે રહે છે.
- મેટલ રસ્તામાં જેસીબી અને ટ્રેકટરનો ઉપયોગ કરી શ્રમિકોનો નામે પૈસા ઉપડયા.
- જૂના ચેકડેમ હતા ત્યાં નાળા ગોઠવીને ફોટા આધારે બોગસ બિલો રજૂ કર્યા.
- જયાં કોતર નથી કે નાળાની જરૂરીયાત નથી ત્યાં બન્યા.
- બિનગુણવત્તા યુકત ચેક વોલ બનતા પાણી સંગ્રહ નહીંં થાય.
- વગદાર સરપંચોના ઘર પાસે પેવર બ્લોક બનાવાયા.
- અસ્તિત્વ ન ધરાવતા વિક્રેતાઓની તપાસ થવી જોઈએ.
- બે મહિલા સભ્યો તથા ગ્રામજનોએ ગેરરીતિ બાબતે ઉગ્ર રજુઆત કરી તપાસની માંગ કરાઈ
ગોધરા,
ગોધરા તાલુકાના ઘુસર (નવી વસાહત) ગ્રામ પંચાયતના સત્તાધીશોએ મનરેગા યોજના હેઠળ બોગસ લાભાર્થીઓના જોબકાર્ડ બનાવી નાણા ઉપાડયા. રસ્તાના કામોમાં જેસીબીનો ઉપયોગ કરાયો. જ્યાં જૂના નાળા હતા ત્યાં માત્ર ૧૦ થી ૧૫ % નાણા વાપર્યા. ચેક વોલ તકલાદી બનાવાતા ગુણવત્તા વિના પાણી સંંગ્રહ થઈ શકે નથી. આથી મનરેગા યોજનામાં મિલીભગતથી આર્થિક ગેરરીતિ આચરીને નાણાની ઉચાપત થતાં સભ્યો તથા ગ્રામજનોએ ઉચ્ચસ્તરે રજુઆત કરીને તપાસની માંગ કરી છે.
ગોધરા તાલુકાના ઘુસર (નવી વસાહત) ગ્રામ પંચાયતના સભ્યો કોકિલાબેન મહિપતસિંહ રજાત, ચંદ્રિકાબેન કમલેશ પલાસ તથા ગ્રામજનોએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ કે, ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજનામાં ગેરરીતિ કરીને સરકારી નાણાની ઉચાપત કરાયેલી છે. જેમાં વર્ષ ૧૯-૨૦ના મનરેગા યોજના હેઠળ ચેક વોલ, પેવર બ્લોક, માટી-મેટલ રસ્તા, નાળા, તળાવ ઊંડા કરવા માટે ઠરાવો જાણ બહાર કરી તાલુકા પંચાયતમાંથી તાત્કાલીક વહીવટી મંજૂરી મેળવીને કામો શરૂ કર્યા છે. આ યોજનાથી ગરીબ બેરોજગારોને ઘર આંગણે રોજગારી આપવાનું છે. પરંતુ સરપંચ, તલાટી, જીઆરએસ એ મનરેગાન નીતિ નિયમોને બાજુ પર મૂકીને એકબીજાની મિલીભગતથી લોકોની જાણ બહાર ભૂતિયા જોબકાર્ડ બનાવીને વિવિધ કામો માટે તાલુકા પંચાયતમાંથી મસ્ટર મેળવી તેમાં બોગસ સહીઓ કરીને નાણા બારોબાર ઉપાડી લીધેલ છે. જે નામે મસ્ટ ઈશ્યુ થયેલ છે તેવા માણસો આ કામથી અજાણ છે અને કયારે કામો કર્યા નથી. આ સહી કરનારાઓ મોટાભાગે રોજગારી માટે બહાર ગામ હોય છે. તેમના બોગસ બેંક ખાતા ખોલાવીને બારોબાર ઉપાડી છે. જ્યારે અન્ય ખાતા પીધે સુખી પરિવારોના પણ મસ્ટરમાં નામ દાખલ કર્યા છે. માટી-મેટલના રસ્તા કામમાં જેસીબી અને ટ્રેકટરનો ઉપયોગ કરી મોટી રકમના બિલો લાભાર્થીના નામે ઉપાડયા છે. માત્ર ૧૦ % જ નાણા સ્થળે વપરાયા છે. બાકીના બોગસ બિલો મૂકી ઉપાડયા છે. નાળાના કામોમાં જૂના ચેક ડેમ હતા ત્યાં ફકત નાળા ગોઠવી ફોટા પાડી તાલુકા પંચાયતમાં સુપરવાઈઝરની મિલીભગતથી નાણા ઉપાડયા છે. જે હેતુથી જરૂરીયાત ઊભી થાય તેવો હેતુ સ્થળે જણાતો નથી. જ્યાંં નાળાની જરૂરીયાત નથી. ત્યાંં માત્ર નાણાનો દુરઉપયોગ થયો છે. જ્યાં ચેકવોલમાં માત્ર ૧૦ % નાણાનો ઉપયોગ થતા ગુણવત્તા ન જળવાતા એક જ વરસાદમાં તૂટી ગયેલ છે. તકલાદી માલ-સામાન વાપર્યો છે. અત્યારે શોભાના ગાંઠીયા રૂપ દેખાય છે અને પ્લાસ્ટર ન દેખાતા પાણીને અટકાવીને ભવિષ્યમાં ખેતી માટે ઉપયોગમાં લઈ શકતો નથી. ચેકડેમ બનાવેલ ત્યાં સપાટ જમીન હોવાથી પાણી સંગ્રહ થઈ શકે તેમ નથી. આથી ઉચાપતનો હેતુ જણાય છે. પેવર બ્લોક પણ સરપંચના વગદારને ત્યાં બનાવી કયાંય રેતી મેટલ કે સીસી કામ કરેલ નથી. માત્ર પેવર બ્લોકના ફોટા પડાવીને કામો મંજૂર કરાવીને ગેરરીતિ કરાઈ હતી.
શું તપાસ થવી જોઈએ….
- જે કામના નિભાવેલ મસ્ટરમાં સમાવેશ જોબકાર્ડ ધારકોએ પોતે કામ કરેલ છે ?
- સરકારના એસ.ઓ.આર. પ્રમાણે એસ્ટીમેન્ટ બનાવવામાં આવેલ છે. જે એસ્ટીમેન્ટ પ્રમાણે કામ થયેલ છે ?
- જે તે કામ પૂરતી ગુણવત્તાસભર બનાવેલ છે ?
- જે સ્થળે કામ બનાવાયેલો છે. ત્યાં ખરેખર આ કામની જરૂરીયાત છે ?
- રજૂ કરેલ બિલ માટે વેપારી અસ્તિત્વમાં છે કે કેમ ? જો હોય તો ઘંઘો કરવાના સરકારની મંજૂરી છે ? જો મંજૂરી હોય તો ટેકસની રકમ નિયમિતપણે ભરાય છે ? આ વેપારી ખરેખર આ પ્રકારનો વેપાર કરે છે ? જો હોય તો આવો માલ કયાંથી અને કેટલી માત્રામાં ખરીદ કર્યો ? આ સિવાય અન્ય કઈ કઈ ગ્રામ પંચાયતને અને કયારે અને કેટલી રકમના બિલો અપાયા છે ?
- જોબ કાર્ડના કઈ બેંકમાં અને કયારે ખાતા ખોલવામાં આવ્યા ? કયારે કયારે નાણા ઉપાડયા ? કેટલી રકમના નાણા ઉપાડયા ? કામો જે તે કાર્ડધારકે કરેલ છે કે કેમ ? જે જોબકાર્ડ પાસેથી ક્રોસ ચેકીંગ કરવું.
- જે કામ માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવામાં આવેલ છે. તે બાબતે ગ્રામ પંચાયતના સભ્યો જાણે છે ? મોટાભાગના ઠરાવો ગ્રામ પંચાયતના ઠરાવ બુકમાં સહીઓ લઈને ઉપલક ચર્ચા કરીને મીટીંગ પૂરી કરી દેવાઈ છે. જ્યારે ઠરાવો પાછળ થી સરપંચ અને તલાટી કમ મંત્રી ભેગા મળીને મન ફાવે લખતા હોય છે. ત્યારે આ ઠરાવો અંગેની સભ્યો પાસે જાણકારી છે તે બાબતોની તપાસ થવી જોઈએ.
બોગસ બિલો રજૂ થયાની આશંકા…..
સરપંંચ, તલાટીએ આવા કામો કરવા બિલો રજૂ કયા તે કોઈ પેઢી કે દુકાન પણ આવેલી નથી પોતાની મેળે બિલો છપાવીને બિલો રજૂ કરેલ છે. આ મુકાયેલા બિલોના દુકાનો / સપ્લાયર્સ / પેઢીઓ / કવોરીઓ/ સિમેન્ટના વેપારીઓને ત્યાં રૂબરૂ જઈ તપાસ થાય તો આવા કોઈ વિક્રેતા નથી. જેથી સ્થળે રૂબરૂ તપાસ કરવી જોઈએ. જો વિક્રેતા હોય તો સરકારમાંંથી મંજૂરી મેળવેલ છે કે કેમ ? તેઓ સરકારમાં ભરવાપાત્ર સેલ્સ ટેક્ષ/ એકસાઈસ ડયૂટી / સર્વિસ ટેકસ ભરેલ છે ?
જે સામાન માટેના બિલ આપ્યા છે. તે માલ ધરાવે છે કે અન્ય વેપારીઓ પાસેથી ખરીદે છે ? જો આ ગ્રામ પંચાયતે ગિરીરાજ ટ્રેડર્સ/સિટીઝન ઈન્ફોરમેશન બોર્ડ જેવી કેાઈ વેપારી આવેલ નથી. જો હયાય હોય તો ખરેખર ઘંઘો કરેલ છે. આવી દુકાન/વેપારી પેઢીએ જીએસટી મેળવેલ છે કે કેમ ? સરકારમાં સેલ્સ ટેક્ષની રકમ ભરે છે કે કેમ તેની તમામ તપાસ થવી જોઈએ. કારણ કે રજૂ થયેલા બિલો તમામ બોગસ જણાય છે.
સરપંચનો ચાર્જ સંભાળવવાની સાથે ગેરરીતિ શરૂ…..
અગાઉ ઘુસર ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ બુનિબેન ભારતભાઈ ભાદરીયા સામે વિવિધ વિકાસના કામો સામે અસંતોષ વ્યકત કરીને અવિશ્ર્વાસની દરખાસ્ત મંજૂર થઈ હતી. ત્યારબાદ ડે.સરપંચ રયજીભાઈ નારસિંહ હઠીલા એ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સપરંચનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ લોકડાઉન જાહેર થયેલ છે. આ ચાર્જ સંભાળતા સરપંચ દ્વારા મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર આચરાયા હોવાનું કહેવાય છે. આ મનરેગા યોજના હેઠળ વિકાસના કામો કરવા અને લોકડાઉનમાં શ્રમિકોને રોજગારી આપવાની હોય છે. પરંતુ સરપંચ અને તલાટીની મિલીભગતથી મનરેગામાં ગેરરીતિ આચરાઈ હોવાનું કહેવાય છે.