ગોધરા તાલુકાના ગોઠડાની રાજશ્રી કવોરી વર્કસના ભાગીદારોએ બેંકમાં ગીરવે મુકેલી જમીન બારોબાર વેચી !

ગોધરા તાલુકાના ગોઠડા ગામની સીમની મધ્યમાં આવેલ રે.સર્વે નં.333ની ક્ષેત્રફળ હે.આરે. 1-69-97 વાળી જમીન તા.02/11/2010ના રોજ વેચાણ લીધેલ હતી. આ જમીન ઉપર બેંક ઓફ બરોડા વ્હોરવાડ શાખા માંથી રૂ.1,00,00,000/-(એક કરોડ રૂપીયા)ની કેશ ક્રેડીટ લોન મેળવી હતી. બેંકના બાકી નિકળતા નાણાં આજદિન સુધી ભરવામાં આવ્યા ન હતા. તેમ છતાંં બેંકના નો ડયુ સર્ટીફિકેટ લીધા વગર બેંક માીટે ગેજવાળી મિલ્કત બારોબાર અન્ય ઈસમોને વેચાણ આપી વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાની ફરિયાદ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.

વિસ્તૃત વિગતો મુજબ ગોધરા તાલુકાના ગોઠડા ગામની સીમમાં મધ્યમાં આવેલ રે.સર્વે નં.333ની ક્ષેત્રફળ 1-69-97 વાળી જમીન રજીસ્ટર્ડ સેલ દીઠ નંબર 7256 થી તા.02/11/2010ના રોજ વેચાણ રાખેલ હતી અને આ જમીન ઉપર બેંક ઓફ બરોડા વ્હોરવાડ શાખા પાસેથી રૂ.1,00,00,000/-(એક કરોડ)ની કેશ ક્રેડીટ લોન લીધી હતી. બેંંકના બાકી નિકળતા નાણાં આજદિન સુધી ભર્યા ન હતા. તેમ છતાં આરોપી ઈસમો ભરતકુમાર ઈશ્ર્વરભાઇ પટેલ (નંદનવન સોસાયટી, સેવાલીયા, તા.ઠાસરા), રાજેશકુમાર ઈશ્ર્વરભાઇ પટેલ (નંદનવન સોસાયટી, સેવાલીયા), નિલેષકુમાર ગોવિંદભાઇ પટેલ (રહે. નંદનવન સોસાયટી, સેવાલીયા), જગદીશકુમાર નરસિંહભાઇ પટેલ (રહે. નંદનવન સોસાયટી, સેવાલીયા), અંબાલાલ કેશવભાઇ પટેલ (રહે. કૃષ્ણ સોસાયટી, સેવાલીયા), જીજ્ઞેશભાઇ મગનભાઇ પટેલ (રહે. વાસણાકંપા, તા.ખેડબ્રહ્મા), મુકેશકુમાર ગોવિંદભાઇ પટેલ (રહે. નાંદોલ ફાર્મ, દહેગામ), કિરીટકુમાર અંબાલાલ પટેલ (રહે. નારાયણ નગર કંપા, તા.વડાલી, સાબરકાંઠા) એ ગુન્હાહીત પૂર્વ આયોજીત કાવતરુ રચી પોતાનો ઇરાદો પાર પાડવા માટે એકબીજાના મેળાપીપણામાં ગોઠડાની બેંકની પરમીશન વગર કે બેંકના બાકી નિકળતા નાણાં ભરપાઈ કર્યા વગર બેંકનું નો ડયુ સર્ટીફિકેટ લીધા વગર બેંકમાં મોરગેજવાળી મિલ્કત બારોબાર અન્ય ઈસમોને વેચાણ કરી નાખી બેંક સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાની ફરિયાદ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.