ગોધરા તાલુકાના પોપટપુરા ગામની બોગસ ક્ષત્રિય બારીયાના પ્રમાણપત્રથી વેચાણ થયેલ જમીન રિયાજ યુસુફી બાલુવાલાએ વેચાણ રાખી તેની તપાસ કરાશે ?

ગોધરા,
ગોધરા તાલુકાના પોપટપુરા ગામના રે.સર્વે નં.73/1/7 સર્વે નં.73/1/8, સર્વે નં.73/1/પૈકી 5 પૈકી સર્વે નંબર 73/1/પૈકી 5/ પૈકી 2 વાળી જમીનમાં માલિકી હકક તરીકે કોકીલાબેન વાલસીંગ અને ગુલાબ વાલસીંગ જે આદિવાસી છે. તેમજ છતાંં ક્ષત્રિય બારીયાનું બોગસ પ્રમાણપત્ર બનાવી બોગસ પ્રમાણપત્રના આધારે વેચાણ કરવામાં આવેલ જમીન રિયાજ યુસુફી બાલુવાલાએ વેચાણ રાખેલ છે. ખોટા પ્રમાણપત્રના આધારે વેચાણ રાખેલ જમીનની જીલ્લા કલેકટર અને ગુજરાત મહેસુલ વિભાગ તકેદારી આયોગ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક બોગસ આધાર થી જમીન વેચાણ રાખનાર કૃત્યો સામે આવી શકે છે.

ગોધરા તાલુકાના પોપટપુરા ગામની રે.સર્વે નં. 73/1/7 સર્વે નં.73/1/8, સર્વે નં.73/1/પૈકી 5 પૈકી સર્વે નંબર 73/1/પૈકી 5/ પૈકી 2 વાળી જમીનમાં માલિકી હકક તરીકે કોકીલાબેન વાલસીંગની દીકરીએ 25/05/1993ના રોજ વારસાઇ નોંધ નં.1921 થી દાખલ થયેલ હોય કોકીલાબેન વાલસીંગની દીકરી અને ગુલાબસીંગ વાલસીંગ રૂપા ડામોરના દિકરાઓ આદિવાસી છે. તેમ છતાં ક્ષત્રિય બારીયાનું બોગસ પ્રમાણપત્ર બનાવી બોગસ પ્રમાણપત્રના આધારે જમીન વેચાણ થયેલ છે. આદિવાસી હોવા છતાં બોગસ ક્ષત્રિય બારીયાનું પ્રમાણપત્ર મેળવી તેના આધારે વેચાણ થયેલ ચાર રે.સર્વે નં.ની જમીન રિયાજ યુસુફી બાલુવાલાએ વેચાણ રાખેલ છે. વેચાણ રાખનાર જાણતા હોય કે વેચાણ કર્તા આદિવાસી હોય અને બોગસ ક્ષત્રિય બારીયાનું પ્રમાણપત્ર મેળવી જમીન વેચાણ કરતા હોય તેમ છતાં રીયાજ યુસુફી બાલુવાલાએ આવી જમીન વેચાણ રાખેલ હોય ત્યારે બોગસ દસ્તાવેજ ઉભા કરવામાં તેમની પણ સાંઠગાંંઠની યોગ્ય તપાસ કરવામાં આવે તો બહાર આવી શકે છે. ત્યારે અરજદાર દ્વારા જીલ્લા કલકેટર અને રાજ્ય મહેસુલ વિભાગ તકેદારી આયોગ તપાસ કરાવે તો આવા અનેક કૌભાંડ ખુલી શકે છે.