ગોધરા,
ગોધરા તાલુકા પંચાયત વિસ્તારમાં થયેલ વિકાસના કામોમાં અનિયમિતતા ગેરરીતિ, ભ્રષ્ટ્રાચાર સામે ન્યાયીક તપાસ થવા અંગે કોંગ્રેસ ટીડીઓને રજુઆત કરી હતી.પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ટીડીઓને કરેલી રજુઆતમાં જણાવ્યું કે પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકા પંચાયત વિસ્તારમાં થયેલ વિકાસના જુદાજુદા કામોમાં અનિયમિતતા, ગેરરીતિ અને ભષ્ટ્રાચારને કારણે પ્રજાના પૈસાનો દુરઉપયોગ થયાનો ગ્રામ્ય પ્રજાજનો પાસેથી અવારનવાર અમોને લેખિત મૌખિક રજુઆતો પણ મળેલ છે.
આ સંજોગોમાં કેટલાક રાજકીય વગ ધરાવતા કોન્ટ્રાકટરો પોતાના નાણાં કઢાવવા દબાણ કરી પોતે કરેલ ખોગા કામોને દબાવી ઝડપથી નાણાં મેળવી લેવા પ્રયત્ન કરી રહયા છે. ત્યારે કામોની ગુણવત્તા જોઈ નીતિ-નિયમ પ્રમાણે ચુકવી થવા વિનંતી છે. અને જ્યા ગેરરીતિ અનિયમિતતા તપાસમાં બહાર આવે તેની સામે નીતિ-નિયમ પ્રમાણે પગલા ભરવા માંગ કરી હતી.