ગોધરા,ગોધરા તાલુકાના ટુવા ખાદી ફળીયામાં ફરિયાદીને બે આરોપીઓ ફેસબુક તથા વોટસએપમાં ગાયોની ખરીદી કરવાની લાલચ આપી હતી અને સ્કેનર તથા મોબાઈલ નંબર ઉપર કુલ 63,100/-રૂપીયા ટ્રાન્ઝેકશન કરાવી છેતરપિંડી કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ટુવા ખાદી ફળીયામાં રહેતા હરીશભાઈ મથુરભાઈ મછારને તા.7/8/2023 ટુવા ફાટક ચોકડી પાસે બે આરોપીઓ રાકેશ કનુભાઈ પટેલ (રહે. આણંદ અશોક ચોક રૂરલ, આણંદ), સોનુકુમાર ફુલચંંદ જાટ (રહે. જયરામપુર, જયપુર, રાજસ્થાન) ભેગા મળી કાવતરું રચ્યું હતુંં અને હરીશભાઈ મછારના ફેસબુક તથા વોટસએપમાં ગાયોની ખરીદી કરવાની લાલચ આપી હતી અને આરોપીઓએ હરીશભાઈને સ્કેનર તથા મોબાઈલ નંબર આપીને પૈસા નાખવાનું કહ્યું હતં અને આરોપીઓના એકાઉન્ટમાં અલગ-અલગ કુલ 63,100/-રૂપીયાનું ટ્રાન્ઝેકશન કરાવી ગાય ખરીદી કરી ધરે મોકલી આપવાની લાલચ આપી વિશ્ર્વાસધાત છેતરપિંડી કરતાં આ બાબતે કાંંકણપુર પોલીસ મથકે બે આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.