ગોધરા, ગોધરા તાલુકા પોલીસ મથકના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને નડીયાદ ખાતેથી બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકા પોલીસ મથકે 2021માં પોકસો અને અપહરણના ગુન્હાનો આરોપી રાજેન્દ્ર કમલેશભાઈ પટેલ (રહે. ઓરવાડા, તા. ગોધરા) વિરૂદ્ધ નોંધાયેલ હતો. આરોપી નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આરોપી અંગે પેરોલ ફલો સ્કોર્ડને બાતમી મળી હતી કે, હાલ નડીયાદ બી.એસ.એન.એલ. કોલોનીમાંં પિતા સાથે સરકારી કવાટરમાંં રહેતો હોય જેથી આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી ગોધરા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.