
ગોધરા,ગોધરા તાલુકા પોલીસ મથકમાં બનાવટી દસ્તાવેજના ગુનામાં આરોપી જે છેલ્લા એક વર્ષથી વોન્ટે હોય આરોપી અંગે પેરોલ ફલો સ્કવોર્ડને મળેલ બાતમીના આધારે ગોન્દ્રા સર્કલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકા પોલીસ મથકમાં આરોપી ફારૂક મહમદ મણકી (રહે. સાતપુલ, ચુચલા પ્લોટ, ગોધરા) વિરૂદ્ધ બનાવટી દસ્તાવેજ બનાવવાનો ગુનો નોંધાયેલ હોય અને છેલ્લા એક વર્ષથી આરોપી નાસતો ફરતો વોન્ટેડ હોય આરોપી અંગે પેરોલ ફલો સ્કવોર્ડને બાતમી મળી હતી કે, આરોપી ફારૂક મહમદ મણકી હાલમાં ગોન્દ્રા સર્કલ ખાતે ઉભો હોય તેવી બાતમીના આધારે ઝડપી પાડી ગોધરા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો.