
ગોધરા,ગોધરા તાલુકા પોલીસ મથકના અપહરણ પોસ્કોના ગુનામાં નાસતા ફરતા આરોપી અંગે પેરોલ ફલો સ્કવોર્ડને મળેલ બાતમીના આધારે હનુમાનપુરા વાધોડીયા ખાતેથી આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી ગોધરા તાલુકા પોલીસ મથકે સોંંપવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકા પોલીસ મથકે આરોપી પ્રવિણભાઈ હરજીવનભાઈ રાવળ (રહે. મોટા વાડોદર, લુણાવાડા) વિરૂધ્ધ અપહરણ પોસ્કોના ગુન્હાનો વોન્ટેડ આરોપી હોય આરોપી અંગે પેરોલ ફલો સ્કવોર્ડને બાતમી મળી હતી કે, આરોપી પ્રવિણભાઈ રાવળ હાલ હનુમાનપુરા વાધોડીયા ખાતે હોય તેવી બાતમીના આધારે પેરોલ સ્કવોર્ડ દ્વારા આરોપી અને ભોગ બનનારને હસ્તગત કરીને ગોધરા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો.