ગોધરા તાલુકા ના પશ્ચિમ વિસ્તાર ને ધમરોળતું વાવાઝોડું : ભારે નુકશાન નો અંદાજ

નદીસર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે રાજ્ય ના અનેક વિસ્તારો સાથે ગોધરા તાલુકા ના પશ્ચિમી ગામો નદીસર, જુનીધરી, ટીંબા,રતનપુર, કાકનપુર પંથક માં સવારે સાત વાગ્યા સુધી તડકો હતો જયારે ફ્કત અડધો કલાક માં વાતાવરણ માં એકદમ પલ્ટો આવ્યો હતો અને થોડી વારમાં સમગ્ર વિસ્તાર ને કાળા ડીબાંગ વાદળો એ બાન માં લીધો હતો જોતા જોતા માં સમગ્ર વિસ્તાર માં અતિ ભારે પવન અને ભયાનક વીજ કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું એટલે સ્પીડ માં પવન હતો જેના કારણે સમગ્ર પંથક ઠેર ઠેર વૃક્ષો પડવા ના બનાવો બન્યા હતા નદીસર ગામ ના તળાવ પાસે આશરે બસ્સો વર્ષ જૂનું પીપળાનું ઝાડ ધરાશાયી થતાં નદીસર છાપરિયા રોડ બંધ થઈ ગયો હતો તદ ઉપરાંત ઠેર ઠેર પાણી ભરાવા ની ફરિયાદો ઉઠવા પામી હતી નદીસર સહિત આસપાસ ના વિસ્તારો માં ભારે પવન ના કારણે એમ.જી.વી.સી. એલ ના વીજ થાંભલા તેમજ તાર તૂટી જવાની ઘટના ઓ બની હતી જ્યારે સમગ્ર પંથક માં સેકડો ખેડૂતો નો બાજરી,તલ,તેમજ ઘાસચારો બહાર ખુલ્લા માં કાપેલો પડ્યો હોય તેમા લાખો રૂપિયા ના નુકશાન નો અંદાજ લગાવવા માં આવે છે આ તરફ મળતી વિગતો મુજબ કેરી ના પાક ને પણ ભારે નુકશાન નો અંદાજ છે ભારે પવન ના કારણે દશ થી પંદર મકાનો ના પતરા ઉડ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારો માં એક રીતે ભય નો માહોલ ફેલાયો હતો જોકે આ અંગે હજુ કોઈ વ્યક્તિ ને નુકશાન ના સમાચાર નથી.