ગોધરા, ગોધરા તાલુકા પંચાયતના સભા ગૃહમાં યોજાયેલી સામાન્ય સભા મળી હતી. વિવિધ વિકાસના કાર્યોને બહાલી આપવામાં આવી. તાલુકા પંચાયતના સભામા પ્રમુખ અને તાલુકા પચાયતના સભ્યો પણ હાજર રહ્યા હતા. વિવિધ વિકાસકામો તેમજ આ વર્ષે થનારાકામોને બહાલી આપવામા આવી હતી.
ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા બાબત, તાલુકા પંચાયત ગોધરાનું સને.2023-24નું સુધારેલ અંદાજપત્ર તથા સને 2024-25નું નવીન અંદાજપત્ર રજુ કરી અવલોકન અર્થે જિલ્લા કક્ષાએ મોકલવા, એમજી એન આરઈજીએનું વર્ષ:2024-25 નું લેબર બજેટ મંજુર કરવા. ગોધરા તાલુકાની ગ્રામ પંચાયતોના સને 2023-24ના સુધારેલ અંદાજપત્ર તથા સને 2024-25ના નવીન અસલ અંદાજપત્રો અવલોકન કરી બહાલી આપવા. 15મું નાણાપંચ તાલુકાકક્ષા 20% જોગવાઈ વર્ષ 2024-25 ટાઈડ-અનટાઈડ ગ્રાન્ટનું આયોજન મંજુરી આપવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.