ગોધરા તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોને 15માં નાણાંંપંચની 10 ટકા ગ્રાન્ટ માંથી એક રૂપીયાની પણ નહિં ફાળવતા સરપંચો દ્વારા આયોજન દર કરવા માંંગ

ગોધરા,

ગોધરા તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતમાં જીલ્લા પંચાયતની 10 ટકા 15માં નાણાંંપંંચની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમાંં કેટલીક ગ્રામ પંચાયતોને એક રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાંં આવી ન હોવાથી કેટલાક સરપંચોમાં નારાજગી સાથે તાલુકા પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી 15માં નાણાંપંચની 10% ગ્રાન્ટ જે તે ગ્રામ પંચાયતને ફાળવવા માંગ કરવામાં આવી છે.

ગોધરા તાલુકામાં આવેલ કેટલીક ગ્રામ પંચાયતોમાંં જીલ્લા પંચાયતની 15માં નાણાંપંચની 10 ટકા અને તાલુકા પંચાયતની 20 ટકા ગ્રાન્ટ ફાળવવામાંં આવતી નથી. જેને લઈ આવી ગ્રામ પંચાયતોના વિકાસલક્ષી કામોને વેગ મળતો નથી અને ગ્રાન્ટ ન ફળવાતા સરપંચોને અ ન્યાય થતો હોય તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોને જીલ્લાની 15માં નાણાંપંચની 10 ટકા અને તાલુકા પંચાયતની 20 ટકા ગ્રાન્ટ ફાળવવામાંં બાકાત રાખવામાંં આવતી હોવાથી આવા અન્યાયના વિરોધમાં સરપંચો દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાંં રજુઆત કરવામાંં આવતાંં રાજકારણ ગરમાયું છે. ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. તે ગ્રામ પંચાયતના હકકની હોય છે તેમજ ગ્રાન્ટ ફાળવવા માટે તાલુકા પંચાયતના ચુંંટાયેલા સદસ્યો સાથે ચર્ચા કરવામાંં આવતી નથી અને મનમાની રીતે અમુક ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ નહિ ફાળવીને ગ્રાન્ટોની ફાળવણી કરી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલમાંં 15માં નાણાંપંચની તેમજ તાલુકાની 20 ટકા ગ્રાન્ટથી જે પંચાયતોને બાકાત રાખવામાં આવી તેને ફાળવવામાંં ન આવે તો કેટલા આયોજનો રદ કરવામાંં આવે તેવી માંંગ કરવામાં આવી છે.

ગોધરા તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોના હકકની મળવાપાત્ર 15માં નાણાંપંચની ગ્રાન્ટની ફાળવણી નહિ કરવામાંં આવતાંં વિકાસના કામોને અસર પહોંચી રહી છે. જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત દ્વારા ગ્રાન્ટની ફાળવણીમાંં વ્હાલા દવલાની નીતિ વાપરવામાંં આવતી હોવાથી સરપંચમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

બોકસ:
15માં નાણાંપંચની ગ્રાન્ટની ફાળવણી નહિ થતા ગ્રામ પંચાયતના વિકાસના કામોને અસર થઈ રહી છે. તેમાં પણ ગ્રાન્ટ ફાળવણીમાં વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવતી હોય તેવી સરપંચોની રજુઆત મળી છે. તે અંગે તપાસ કરી આયોજન કરવામાં આવશે. :- તાલુકા વિકાસ અધિકારી, ગોધરા.