ગોધરા, ગોધરા તાલુકાના એક ગામની સગીરાને આરોપી ઈમરાન સલીમભાઇ બાગવાલા (રહે. વેજલપુર,કાલોલ) પટાવી ફોસલાવી શારીરિક શોષણ કરવાના ઈરાદે વાલીપણા માંથી ભગાડી ગયાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ હોય આ ગુનામાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ચાર્જશીટ રજુ કરતાં સ્પે.જજ અને બીજા એડી. સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી.
ગોધરા તાલુકાના એક ગામની સગીરાને આરોપી ઈમરાન સલીમભાઇ બાગવાલા (રહે. વેજલપુર,કાલોલ) પટાવી ફોસલાવી સગીરાનું શારીરિક શોષણ કરવાના ઈરાદે ભગાડી ગયેલ હતા અને સગીરા સાથે દુષ્કર્મ આચરેલ હોય આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ઈમરાન સલીમભાઇ બાગવાલાને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ચાર્જશીટ કોર્ટમાંં રજુ કરવામાં આવ્યો હતો. આ કેશ સ્પે.જજ તથા બીજા એડી.સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ આર.એમ.ગોહિલ દ્વારા દલીલો રજુ કરતા કોર્ટે દલીલો માન્ય રાખી હતી. આરોપી ઈમરાન સલીમભાઇ બાગવાલાને 20 વર્ષની સખત કેદની સજા કોર્ટે ફટકારી છે.