ગોધરા,ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામની 15 વર્ષની સગીરાનું ગામના યુવાન દ્વારા પટાવી ફોસલાવી ભગાડી ગયેલ હોય આ બાબતે સગીરાના વાલી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે 1 નવેમ્બરના રોજ ફરિયાદ નોંધાયેલ હોય તેમ છતાં આરોપી અત્યાર સુધી ઝડપી પાડવામાં નહિ આવતાં જીલ્લા પોલીસવડાને લેખિત રજુઆત કરી આરોપીને શોધી સગીરાને સોંપવામાં આવે તેવી માંગ કરાઈ.
વિસ્તૃત વિગતો મુજબ ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામની 15 વર્ષીય સગીરાને ગામના બારીયા નૈયસદ સામતસિંહ પારસીંગભાઇ તા.15/10/2023ના રોજ રાત્રીના સમયે સગીરાને પટાવી ફોસલાવી ભગાડી લઈ ગયેલ હોય આ બાબતે સગીરાના પિતા દ્વારા ગોધરા રૂરલ પોલીસ મથકે લેખિત અરજી દ્વારા જાણ કરાઈ હતી અને આ અંગે તા.1/11/2023ના રોજ ગોધરા તાલુકા પોલીસ મથકે આઈ.પીી.સી.363,366, પોકસો કલમ-12 મુજબ ફરિયાદ નોંધાવા પામી હતી. સગીરાને ભગાડી જવાની ફરિયાદ આરોપી વિરૂદ્ધ આવ્યાને ત્રણ માસ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવાની કાર્યવાહી નહિ કરવામાં આવી હોય જેને લઈ સગીરાના પિતા દ્વારા પંચમહાલ જીલ્લા પોલીસવડાને લેખિત રજુઆત કરી આરોપીને ઝડપી પાડી સગીરાનો કબ્જો સોંપવામાં આવે તેવી માંગ કરાઈ છે.