ગોધરા તાલુકાની બે અને મોરવા હડફ તાલુકાની આઠ સસ્તા અનાજની દુકાનોમા આકસ્મિક તપાસ

  • ગોધરા તાલુકા ની ગદુકપુર અને મોરવા હડ્સ તાલુકા ની કુવાઝર અને સાલીયા ગામે આવેલ સસ્તા અનાજ ની દુકાનોમાં ગેરરિતી ઝડપાઇ.

ગોધરા,પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને જીલ્લા ની ટીમ દ્વારા આજ રોજ તા 18-02-2024 ના રોજ ગોધરા તાલુકાની બે (1) ગદુકપુર (2) મિરપ ગામની તથા મોરવા હડફ તાલુકાની આઠ (1) કુવાઝર (2) ખૂદરા (3) અગરવાડા (4) ડાંગરિય (5) રામ પૂર (કસનપુર) (6) સાલીયા-1 (7) સાલીયા-2 (8) ખાબડા ગામની આમ કુલ મળી જીલ્લાની 10 (દસ) સરકાર માન્ય વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરવામાં આવેલ. તે પૈકી ગોઘરા તાલુકાની ગદુકપુર ગામની સરકારની દુકાનમાં ઘઉં 49 કિલો 1 કટ્ટાની ઘટ, ચોખા 88 કિલો 2 કટ્ટાની ઘટ તથા મોરવા હડફ તાલુકાના કૂવાઝર ગામે આવેલ સરકાર માન્યવાજબીની દુકાનમાં ઘઉં 132 કિલો 3 કટ્ટાની ઘટ, તથા ચોખા 116 સલ 2 કટ્ટાની ઘટ તેમજ સાલીયા ગામની વાજબી ભાવની દુકાનમાં ઘઉં 83 કિગ્રા 2 કટ્ટાની ઘટ તથા ચોખા 116 કિગ્રા 2 કટ્ટાની ઘટ આમ કુલ મળી 12 કટ્ટાની જણાતા જેની બજાર કિંમત રૂપિયા રૂા.19,400 અંકે રૂપિયા ઓગણીસ હજાર ચારસો પુરાની થાય છે. દુકાનદારો દ્વારા નિયત નમૂનાના બોર્ડ કે રેકોર્ડ નિભાવમાં આવેલ ન હોય જેથી ત્રણેય વાજબી દુકાનદારો સામે ઘટ પડેલ જથ્થા અંતર્ગત નિયમાનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સસ્તા અનાજની દુકાનોમાં ગેરરિતી કરતા પરવાનેદારોમાં ભય સાથેનો સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.