ગોધરા, દાહોદ, મહીસાગર, વડોદરા ગ્રામ્ય અને છોટાઉદેપુર જીલ્લાની વિવિધ કોલેજોના સ્નાતક,અનુસ્નાતક વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવનાર 44 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત પ.પૂજ્ય મોરારી બાપુ તેમજ રાજ્યાના ઉચ્ચ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા, કેબિનેટ શિક્ષણમંત્રી કુબેરભાઇ ડિંડોર, વિધાનસભાના ઉપાધ્યાક્ષ જેઠાભારવાડ, સંસદસભ્ય અને ધારાસભ્યોની હાજરીમાં પદવી અને સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા. તે પૈકી સિગ્મા ઇન્સિ.ઓફ્ સાયન્સ બકરોલ એમ.એસ.સી.વિભાગની ગોધરાની મુસ્લિમ સમાજની વિદ્યાર્થીની રેશમાં મેંહબૂબ ઝભા પ્રથમ ક્રમે આવતાં રાજ્યાના ઉચ્ચ શિક્ષા મંત્રી પ્રફુલ પાનસેરિયા હસ્તે સુવર્ણ ચંદ્રક અને પદવી એનાયાત કરવામાં આવતાં રેશ્મા મેહબૂબ ઝભાએ સિગ્મા ઇન્સિ.ઓફ્ સાયન્સ બકરોલ અને મુસ્લીમ સમાજનું નામ રોશન કર્યુ હતું.