ગોધરા તાલુકાના વેલવડ ગામે દુકાન માંથી 27 હજારના ઈંગ્લીશ દારૂ સાથે ઈસમ ઝડપ્યો


ગોધરા,
ગોધરા તાલુકાના વેલવડ ગામે દુકાનમાં ઈગ્લીશ દારૂનો ધંધો કરતો હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી 27,740/-રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા તાલુકાના છકડીયા જતા રસ્તા ઉપર વેલવડ ગામે રહેતા વિશાલ ભારતસિંહ પરમાર પોતાની દુકાનમાં ઈંગ્લીશ દારૂ રાખીને ધંધો કરતો હોય તેવી બાતમીના આધારે કાંકણપુર પોલીસે રેઈડ કરી પ્લાસ્ટીક કવાટરીયા પેટી નંંગ-44 કિંમત 3,740/-રૂપીયા મળી 27,740/-રૂપીયાના મુદ્દામાલ સાથે વિશાલ પરમારને ઝડપી પાડી. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુન્હો નોંધાવામાંં આવ્યો.