ગોધરા તાલુકાના વેજલપુર-મહેલોલ રોડ ઉપર ભલાણીયા ચોકડી ઉપર જર્જરીત બસ સ્ટેન્ડ ધારાશાહી થાય તે પહેલા તોડી નાખવા જીલ્લા કલેકટરને રજુઆત

ગોધરા તાલુકાના વેજલપુર-મહેલોલ રોડ ઉપર ભલાણીયા ચોકડી (દામોદરદાસ ચોકડી) મુકામે અંદાજીત 40 વર્ષ જુનુ જર્જરીત હાલતમાંં બસ સ્ટેશન આવેલ છે. આ બસ સ્ટેન્ડ પાસેથી વિદ્યાર્થીઓ અન્ય મુસાફરો અવરજવર કરતા હોય છે. ત્યારે જર્જરીત બસ સ્ટેન્ડ ગમે ત્યારે ધારાશાહી થાય તો નિર્દોષ મુસાફરો કે વિદ્યાર્થીનો ભોગ બની શકે છે. ત્યારે જર્જરીત બસ સ્ટેશન તોડી પાડવામાં આવે તેવી માંંગ સાથે જીલ્લા કલેકટર અને માર્ગ મકાન વિભાગને લેખિત રજુઆત કરાઈ છે.

ગોધરા તાલુકાના જીતપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં વેજલપુર મહેલોલ રોડ ઉપર ભલાણીયા ચોકડી (દામોદર ચોકડી) ઉપર અંદાજીત 40 વર્ષ જુનુ જર્જરીત બસ સ્ટેન્ડ આવેલ છે. આ બસ સ્ટેશનનો ઉપયોગ આજુબાજુના ગામો જેવાં કે, જીતપુરા, ભલાણીયા ચોકડી, ભલાણીયા ગામ, ખરસાલીયા સ્ટેશન, લાડપુરા, તોરણા, ભાટપુરા, મોટી ભાદરોલી, મોકળ, ભાણપુરા, રણછોડપુરા વિગેરે ગામોના વિદ્યાર્થીઓ, મુસાફરો, કામદારો ઉ5યોગ કરે છે. આ જર્જરીત બસ સ્ટેન્ડ પાસેથી પશુઓની અવરજવર પણ મોટા પ્રમાણમાં રહે છે. આ જર્જરીત બસ સ્ટેન્ડમાં પોપડા ખરે છે અને ગમે ત્યારે ધારાશાહી થાય તેવી સ્થિતીમાં હોય ત્યારે જો આ બસ સ્ટેન્ડ પડે તો નિર્દોષ લોકો ભોગ બની શકે છે.

જર્જરીત બસ સ્ટેશનમાં સાપ જેવા ઝેરી જીવજંતુ ઓછી બચવા માટે ગ્રામજનો દ્વારા સ્વૈચ્છીક સાફ સફાઈ કરવામાં આવે છે. સાથે ગાઢ માટી થી લીપણ કરીને તિરાડો પુરવામાં આવે છે છતાં પણ જર્જરીત બસ સ્ટેન્ડ ગમે ત્યારે ધારાશાહી થાય તો નિર્દોષ મુસાફરો ભોગ બની શકે છે. ત્યારે ભલાણીયા ચોકડી પાસે જર્જરીત બસ સ્ટેન્ડને તોડી પાડવામાં આવે તેવી માંગ સાથે સામાજીક કાર્યકર દ્વારા પંચમહાલ જીલ્લા કલેકટર, જીલ્લા આપતિ વ્યવસ્થાપન સમિતિ, માર્ગ અને મકાન વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી.