ગોધરા તાલુકાના વેગનપુર ગામે 6 જેટલા મગરો આવી જતા લોકોમાં ગભરાટ

ગોધરા, ગોધરા તાલુકાના નાનકડા ગામ એવા વેગનપુર ગામમાં અંદાજિત 5 થી 6 જેટલા મગરો આવી ગયાની ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનો આખી રાત ઉંઘી શકયા નથી. કારણ કે ગ્રામજનોના મનમાં ભયનો માહોલ હતો કે મગરો કયાંક તેમના ધરોમાં કે ખેતરોમમાં ધુસી ના જાય અને તેમના પરિવારના સભ્યોને કોઈ નુકસાન ન કરે.ત્યારે ગ્રામજનોએ રાત્રિના સમયથી જાતે મગરોને પકડવાની તજવીજ હાથ ધરી હતી. અને સવારે ગોધરા વન વિભાગના અધિકારીઓ અને રેસ્કયુ ટીમને મગરો હોવા અંગેની જાણ કરી હતી. ત્યારે ગોધરા વનવિભાગ અને રેસ્કયુ ટીમ દ્વારા હાલ મગરો પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે ગ્રામજનો જણાવી રહ્યા છે કે,અમને આશંકા છે કે કોઈક લોકો દ્વારા આ મગરો અમારા ગામમાં છોડી ગયા છે ત્યારે એક વિચાર એ પણ આવે છે કે,આટલી મોટી સંખ્યામાં મગરો કોણ છોડી ગયુ…?અને આટલી મોટ9ઠી સંખ્યામાં મગરો છોડવા માટે લાવવામાં આવ્યા કયાંથી…? અને ગ્રામજનોના જણાવ્યાનુસાર નદી અને કોતર ગામથી લગભગ દોઢથી બે કિ.મી.દુર છે તો આ મગરો કયાંથી આવ્યા તેવુ મુંઝવણ અનુભવી રહ્યા છે.