ગોધરા તાલુકાના વેગનપુર ગામ સસ્તા અનાજના સંચાલક ઓછું અનાજ આપવાની રજુઆતના પગલે મામલતદારે સ્થળ તપાસ કરી કાર્યવાહી કરી

ગોધરા, ગોધરા તાલુકાના વેગનપુર ગામની સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા અનાજનો જથ્થો ઓછો આપતાં આવતો હોવાની ગ્રામજનોની રજુઆતના પગલે ગોધરા મામલતદારે સ્થળ તપાસ કરી કાર્યવાહી કરતાં ગ્રામજનોમાં ખુશી જોવા મળી.

ગોધરા તાલુકાના વેગનપુર ગામે આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક વી.કે.ગઢવી દ્વારા ગ્રાહકને આપવાનો થતો 35 કિલો અનાજના જથ્થાના સ્થાને 8 થી 10 કિલો અનાજ આપતો હતો. કાર્ડધારકો દ્વારા વિરોધ કરતા દુકાનદારે ગ્રાહકોને અમે મામલતદાર અને કલકેટરને 1500/-રૂપીયાનો હપ્તો આપીએ છીએ. જેને ફરિયાદ કરે મારું કોઈ કશું બગાડી શકે નહિ તેમ કહી દાદાગીરી કરતો હોય જેને લઈ ગ્રામજનો દ્વારા ગોધરા મામલતદારને રજુઆત કરાઈ હતી. ગ્રામજનોની રજુઆતના પગલે મામલતદાર દ્વારા વેગનપુર ગામે સસ્તા અનાજની દુકાનની સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવતાં ગ્રામજનોમાંં ખુશી જોવા મળી છે.