ગોધરા,
ગોધરા તાલુકા વાવડીખુર્દ ટોલનાકા પાસે ઈકો ગાડીના ચાલક અને લાઈનમાં ઉભા રહેવાનું કહેતા ઈકો ગાડીના ચાલકે ફરિયાદીને અપમાનજનક શબ્દો કરી ઉશ્કેરાઈ જઈ ફરિયાદીના કારના કાચ ઉપર થી લાકડી મારી તોડી નાખી નુકશાન કરતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ટોલનાકા પાસે કિરીટભાઈ મગનભાઈ પટેલ પોતાની ગાડી નંબર જીજે.17.એન.816 માં બેસીને નોકરી જતા હતા. દરમ્યાન આરોપી પોતાની ઈકો ગાડી નંબર જીજે.07.ડીઈ.2780 ચલાવી લાવી કિરીટભાઈ પટેલની કાર આગળ ઉભા રહેતા કાર લાઈનમાં લાવવાનું કહેતા અપમાનજનક શબ્દો કરી બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાઈ જઈ ઈકો ગાડી માંથી લાકડી લઈ આવી કારનો કાચ તોડી નાખીને 5,000/-રૂપીયાનું નુકશાન કરી ગુન્હો આચરતા આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.