ગોધરા તાલુકાના વાવડીખુર્દ ગામે રહેતા ફરિયાદીના ભાઈને વિદેશ જવાનુંં હોવાથી આરોપી પાસેથી અઢી લાખ રૂપીયા 10 ટકાના વ્યાજે લીધેલ અને બેંક એકાઉન્ટના ચાર કોરા ચેક આપ્યા હતા. વ્યાજે લીધેલ નાણાંં પૈકી 4,00,000/-રૂપીયા વ્યાજ સહિત ચુકવેલ હતા છતાં 2 લાખની માંગણી કરી નીહ આપે તો ખોટા કેશમાંં ફસાવી દેવાની ધમકી આપી હતી અને કોરા ચેક બેંકમાં નાખી ફરિયાદીના નામે નોટીસ કાઢી દબાણ પૂર્વક ચાર ચેક કઢાવી ખોટી રીતે હેરાન પરેશાન કરી ગુનો કર્યાની ફરિયાદ નોંંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના વાવડીખુર્દ ગામે રહેતા ફરિયાદછી વિજયકુમાર ઉર્ફે ભરત આપાભાઈ ચારણના ભાઈ શાંતિભાઇને વિદેશ જવાનું હોય જેથી આરોપી રણછોડભાઇ ગભાભાઇ ભરવાડ (રહે. ગોધરા રોડ, દાહોદ) પાસેથી અઢી લાખ રૂપીયા 10 ટકા વ્યાજે લીધા હતા. બદલામાં ફરિયાદીના બેંક એકાઉન્ટના ચાર ચેક કોરા સહીવાળા લીધેલ હતા. ફરિયાદીએ વ્યાજે લીધેલ રૂપીયા વ્યાજ સહિત 40,00,000/-રૂપીયા ચુકવી દીધા હતા છતાં આરોપીએ બીજા 2,00,000/-રૂપીયાની માંગણી કરી હતી નહિ આપે તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ફરિયાદી વિજયકુમાર ઉર્ફે ભરતભાઇ ચારણના ચેકો બેન્કમાં મનસ્વી રીતે નાખી ફરિયાદીના નામ નોટીસ કાઢી તેમજ દબાણપૂર્વક નકકી કર્યા કરતા ચાર ચેક કઢાવી ખોટી રીતે હેરાન પરેશાન કરતાંં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે આરોપી વિરૂદ્ધ ગુનો નોંંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.