ગોધરા, પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને ગોધરા ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા ગોધરા તાલુકાના ટીમ્બા ગામે આવેલ ટીમ્બા ઈન્ડીયન ગેસ એજન્સીમાંં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યુંં હતું. અનેક ક્ષતિઓ સામે આવતાં ગેસ એજન્સી સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
ગોધરા તાલુકાના ટીમ્બા ગામે આવેલ ટીમ્બા ઈન્ડીયન ગેસ એજન્સીમાં પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા તેમની ટીમ અને ગોધરા(ગ્રામ્ય) મામલતદાર અને ટીમ દ્વારા સંયુકત રીતે આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. ગેસ એજન્સીમાં તપાસ દરમિયાન અનકે ક્ષતિઓ સામે આવી હતી. જેમાં ગેસ સીલીન્ડર બાબતે ગ્રાહકોની ફરિયાદમાંં અધિકારીના નામ અને મોબાઈલ નંંબર વિગત દર્શાવતું બોર્ડ લાગેલ ન હતું, સ્થળ ઉપર ખુલતા સ્ટોક, બંધ સ્ટોક તથા ભાવની વિગતો બોર્ડ ઉપર નિભાવેલ ન હતું, સ્ટોક રજીસ્ટર નિભાવેલ ન હતુંં, સ્ટોક પત્રકમાં આજની તારીખનો સ્7ોક દર્શાવેલ ન હતો, રેગ્યુલર સ્ટોક રજીસ્ટર નિભાવેલ નથી, એલપીજી રબર હોજ પાઈપનુંં રજીસ્ટર નિભાવેલ નથી. બે બોટલ એકસપાયરી ડેટવાળા મળી આવ્યા, એજન્સી દ્વારા હોમ ડીલીવરી કરવામાં આવતી નથી. એજન્સી સ્થળે કામના કલાકો લખવામાંં આવ્યો ન હતા. જે અંતર્ગત ટીમ્બા ઇન્ડીયન ગેસ એજન્સી દ્વારા એલપીજી ઓર્ડર 2000ની કંડીકા 8,9 તથા 10નો ભંગ કરેલ હોય જેને લઈ ગેસ એજન્સી સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.