ગોધરા, ગોધરા તાલુકાના ટીંબા રોડ નાળા પાસે હાઈવે હોટલના બમ્પ પાસે એસ.ટી.બસના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી બાઈકને ટકકર મારી નીચે પાડી દઈ બાઈક પાછળ બેઠેલ 34 વર્ષિય યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા જેનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા તાલુકાના ટીંબા રોડ નાળા પાસે હાઈવે હોટ બમ્પ પાસે એસ.ટી.બસ નં.જીજે-18-ઝેડ-5873ના ચાલકે પોતાનુ પુરઝડપે હંકારી લાવી બાઈન નં.જીજે-17-સીસી-7595ને પાછળથી ટકકર મારતા બાઈક નીચે પડી ગઈ હતી જેને લઈ બાઈક પાછળ બેઠેલ મુકેશભાઈ બાબુભાઈ (ઉ.વ.34)ને પગના ભાગે તેમજ પેટના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યુ હતુ. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે એસ.ટી.ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે.