ગોધરા તાલુકાના ટીંબા ગામ પાસે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલ 3 ટ્રક સહિત 3 ઈસમોને ખાણ-ખનિજ વિભાગે ઝડપ્યા

  • 1.50 કરોડના મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો.

ગોધરા,ગોધરા તાલુકાના ટીંબા ગામે આવેલ ગોઠડા પાસેથી ત્રણ ટ્રકમાં ગેરકાયદેસર રીતે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરીને પસાર થઈ રહી છે. તેવી બાતમીના આધારે ખાણ-ખનિજ વિભાગે રેઈડ કરી બ્લેક ટ્રેપ ભરેલ 3 કિંંમત 1.50 કરોડના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

પંચમહાલ જીલ્લા ખાણ ખનિજ વિભાગને બાતમી મળી હતી કે, ગોધરા તાલુકાના ટીંબા ગામે ગોઠડા પાસેથી 3 ટ્રકમાં રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે ઓવરલોડ બ્લેક ટ્રે5 ભરીને ત્રણ ટ્રક પસાર થઈ રહી છે. બાતમીના આધારે ખાણ-ખનિજ વિભાગાની ટીમે રેઈડ કરી બ્લેટ ટ્રેપ ભરેલ ત્રણ ટ્રક કિંંમત 1.50 કરોડના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ખાણ-ખનિજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાંં આવેલ ત્રણ વાહનો ટીંબા ખાતે સીઝ કરવામાંં આવ્યા. જેને લઈ ઓવરલોડ ખનિજ વહન કરતાંં ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.