ગોધરા,ગોધરા તાલુકાના થાણા ગર્જન ગામેથી પકડાયેલ ઈંગ્લીશ દારૂના ગુનાના આરોપી દ્વારા રેગ્યુલર જામીન અરજી કોર્ટમાં મુકવામાં આવી હતી. જામીન અરજી મુખ્ય સેશન્સ જજની કોર્ટમાં ચાલતા સરકારી વકિલની દલીલોને ધ્યાને લઇ જામીન અરજી નામંજુર કરાઈ.
ગોધરા તાલુકાના થાણા ગર્જન ગામે રહેતા આરોપી સંજયકુમાર સામંતભાઇ પટેલ અને તેની સાથેના ઈસમ તથા અશોક લેલન્ડ ટ્રકના ચાલકની ટ્રક માંથી ઈંગ્લીશ દારૂના કવાટરીયા પેટીઓ નંગ-990 કિંમત 47,52,000/- ટ્રક તેમજ અનય ચીજવસ્તુઓ મળી કુલ 57,53,100/-રૂપીયાના મુદ્દામાલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. રેઈડ દરમિયાન આરોપી નાશી છુટીયા હતા. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધાયેલ હતા. આરોપીઓની અટક કરી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આરોપી સંજયકુમાર સામંતસિંહ પટેલ (થાણા ગર્જન) દ્વારા ગોધરા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. આ જામીન અરજી જીલ્લા મુખ્ય સેશન્સ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોર દ્વારા વિગતવાર દલીલો કરતાં દલીલોને ધ્યાને લઈ આરોપીની જામીન અરજી નામંજુર કરાઈ.