ગોધરા તાલુકાના સુખીયાપુરી ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમ શિબિર યોજાઈ

  • ખેડૂતોને વિવિધ યોજનાઓ,પ્રાકૃતિક કૃષિ અને મિલેટ ધાન્ય પાકો વિશે જાણકારી અપાઈ.

ગોધરા,આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ -2023 અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ખેતીવાડી અને આત્મા પ્રોજેકટ,પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગોધરા તાલુકાના રામપુર જોડકા-સુખીયાપુરી ગામે પ્રાકૃતિક ખેતી માટે તાલીમનું આયોજન કરાયું હતું. એ.પી.એમ.સી ચેરમેનના પ્રટાંગણમાં યોજાયેલ આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિ, મિલેટ ધાન્ય પાકો, આત્મા પ્રોજેકટ,ખેતીવાડી, બાગાયત અને પશુપાલનની યોજનાઓ,ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાઓ વિશે ઉપસ્થિત ખેડૂતોને વિસ્તૃત માહિતી પૂરી પડાઈ હતી.

આ પ્રસંગેએ.પી.એમ.સીચેરમેનરાજેન્દ્રભાઈ, આત્માપ્રોજેકટડાયરેક્ટર પી.એસ.પટેલ, ખેતીવાડી વિભાગના યોગેશભાઈ પટેલ, બી.ટી.એમ.વિશાલભાઈ શાહ, વિસ્તરણ અધિકારી શિલ્પાબેન પટેલ સહિત ગામના સરપંચ અને પ્રગતિશીલ ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.