ગોધરા તાલુકાના સેગવા ગામે બાથરૂમમાં પડી જતાં વૃદ્ધનુ સારવાર દરમિયાન મોત

ગોધરા, ગોધરા તાલુકાના સેગવા ગામે આવેલા બારીયા ફળિયામાં રહેતા કાળુભાઈ લક્ષ્મણભાઈ બારીયા પોતાના ધરે બાથરૂમમાં પડી જતા તેઓને ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેઓને સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જયાં સર્જરી યુનિયટમાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજયું હતુ. આ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધી હતી.