ગોધરા તાલુકાના સામલી ગામે ખોટા દસ્તાવેજની જમીન પચાવી પાડવાના ગુનામાં આરોપી ફારૂક મહમંદ મણકીના આગોતરા જામીન અરજી નામંજુર કરતી કોર્ટ.

ગોધરા,ગોધરા તાલુકાના સામલી ગામે ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી ગુન્હો આચરનાર આરોપી વિરૂદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં આરોપીએ આગોતરા જામીન અરજી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ કોર્ટમાંં કરેલ હોય તેની સુનાવણી હાથ ધરાઈ હતી અને આગોતરા જામીન અરજી નામંજુર કરાઈ.

ગોધરા તાલુકાના સામલી ગામે રહેતા ફરિયાદી કાળુભાઇ મંગળભાઇ પટેલ તથા તેમની બહેન મરણજનાર અખમબેન નામની સામલી ગામે ખાતા નં.285 સર્વે નં.418,455,600,665,674,676 વાળી તથા ખાતા નં.344 સર્વે નં.417 વાળી કાકાની છોકરી રયલીબેન સુકાભાઇ પટેલની સંંયુકત માલિકની જમીન આવેલ હતી. તે જમીન કાળુભાઇ પટેલની જાણ બહાર બારોબાર પચાવી પાડવાના હેતુથી ષડયંત્ર રચ્યું હતું. આરોપીઓ કાનાભાઇ ભરવાડ (રહે. ભામૈયા, તા.ગોધરા), મણીભાઇ સાલમભાઇ બારીયા (રહે. ગોકળપુરા, તા.શહેરા), મહેશભાઇ પટેલ (રહે. મોરવા(રેણા) તા.શહેરા), વિકાભાઇ ભરવાડ (રહે. મોરવા(રેણા),તા.શહેરા), ફારૂક મહંમદ મણકી (રહે. સાતપુલ, ચુંંચલા પ્લોટ, ગોધરા), મહેન્દ્રભાઇ મીઠાભાઈ વણકર (રહે. સામલી, તા.ગોધરા), લીમ્બાભાઇ લાખાભાઇ વણકર (રહે. સામલી, તા.ગોધરા), પ્રવિણભાઇ શંકરભાઇ પરમાર (રહે. ગોધરા)ના સાથ સહકારથી ફરિયાદી કાળુભાઇ પટેલની બહેન અખમબેનના નામની ભળતી વ્યકિત આરોપી મણીભાઇ બારીયાની માતા અખમબેન સાલમભાઇ બારીયા જે તથા તેણીનુંં પેઢીનામુંં ગોકળપુરા ગ્રામ પંચાયત માંથી મેળવ્યું હતું. તથા ફરિયાદી કાળુભાઇ મંગળભાઇ પટેલ પોતે જીવિત અને પરણીત હોવા છતાંં મરણના તથા અવિવાહિત હોવાના ખોટા સોગંદનામા (એફિડેવીટ) તા.06/06/2023ના રોજ ગોધરા મામલતદાર કચેરીમાં તૈયાર કરી તેમજ ફરિયાદના પિતાના ભળતા નામવાળા મંગળભાઇ ઝવરાભાઇ બારીયાના નામનું ખોટું પેઢીનામુંં સામલી તથા વાવડી ખુર્દ ગ્રામ પંચાયત માંથી તા.14/07/2023 તથા તા.10/08/2023ના રોજ મેળવી તેમજ કાળુભાઇ પટેલની બહેન અખમબેનના મરણની ખોટી વારસાઈ સામલી ગ્રામ પંચાયતમાં તા.07/02/2023ના રોજ તથા ફરિયાદીના બહેનના નામ બાબતે તા.04/01/2022ના રોજ ગોકળપુરા ગ્રામ પંચાયતમાં ખોટું સોગંદનામું કરી ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉ5યોગ લઈ આરોપીઓએ એકબીજાની મદદગારીથી કાળુભાઇ પટેલ તથા કુટુંબીની સંયુકત જમીનમાં આરોપી મણીભાઇ સાલમભાઇ બારીયા તથા તેની બહેનોના નામો દાખલ કરાવ્યા. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ઈ.પી.કો.કલમ 465,467,468,471,114,120(બી) મુજબ ગુનો દાખલ કરેલ આ ગુનામાં આરોપી ફારૂક મહંમદ મણકી દ્વારા ગોધરા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ પી.વી.શ્રીવાસ્તવની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલ જામીન અરજી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની વિગતવાર દલીલો તથા તપાસ કરનાર અધિકારીઓએ રજુ કરેલ એફિડેવીટ તથા પોલીસ તપાસના કાગળો ધ્યાને રાખી આરોપી મહમંદ મણકીની આગોતરા જામીન અરજી નામંજુર કરી.