ગોધરા, ગોધરા તાલુકાના રીછરોટા ગામે રહેતા ફરિયાદી રાત્રીના સમયે ધરમાં પરિવાર સાથે વાતો કરતાં હોય ત્યારે આરોપી ધરે આવીને અમારા પુછયા વગર જંગલમાં આવેલ જમીન કેમ વેચી તેમ કહી મારમારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના રીછરોટા ગામે રહેતા પ્રવિણભાઈ અનુપભાઈ પરમાર રાત્રીના સમયે ધરે જમી પરવારી પરિવાર સાથે વાતો કરતા હતા. ત્યારે આરોપી હરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર તેમના ધરે આવ્યો હતો અને અમારા પુછયા વગર જંગલમાં ઓલ રે.સર્વે નં.233 વાળી જમીન લાખાભાઈ ભરવાડને કે વેચાણ દસ્તાવેજથી આપેલ છે. તેમ કહેતા પ્રવિણભાઈ એ આરોપીને કહેલ છ મહિના પહેલા જમીન વેચવા બાબતે જણાવેલ હતુંં. ત્યારે અમારી પાસે પૈસાની સગવડ નથી જમીન લેવી નથી તેમ કહેલ ત્યારે આરોપી હરેન્દ્રસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ પરમાર, નટુભાઈ પરમાર ઉશ્કેરાઈ જઈ લાકડી માથામાં મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.