ગોધરા તાલુકાના નરસીંગપુરની રેશનિંગ દુકાનદારે અનાજનો જથ્થો લગ્ન પ્રસંગમાં વેચતા કાર્યવાહી

ગોધરા, પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી તથા ટીમે ગોધરા તાલુકાની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસમાં નરસીંગપુર ગામની દુકાનદાર બારીયા પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ સંચાલિત એફ.પી.એસ.માં ધઉં-18 કટ્ટાની ધટ, ચોખા 8 કટ્ટાની ધટ, તથા ખાંટ એક કટ્ટાની ધટ મળી આવી હતી. કુલ 27 કટ્ટાની ધટ જણાતા બારીયા કાર્તિકભાઈ પ્રવિણભાઈએ પુત્રના લગ્નમાં ધાનાભાઈ ગઢવી તથા નાગરભાઈ ચારણના પુત્રના લગ્ન પ્રસંગે એક કટ્ટાના 700 રૂપિયા લેખે વેચાણ કરી અંગત આર્થિક લાભ મેળવી જથ્થમાં પડેલ ધટ અંતર્ગત નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.